GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

વકીલ રાજીવ ધવનને જમીયતે અયોધ્યા કેસમાંથી હટાવ્યા, ફેસબુક પોસ્ટમાં છલકાયુ દર્દ

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલાની સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષ તરફથી જમીયત-ઉલેમા-એ-હિંદના વકીલ રહેલા રાજીવ ધવનને કેસમાંથી હટાવવામાં આવ્યા છે. હવે જમીયત-ઉલેમા-એ-હિંદ તરફથી અયોધ્યા કેસમાં કરવામાં આવેલી રિવ્યૂ પિટિશનમાં રાજીવ ધવન દલીલ નહીં કરે. ત્યારે આ અંગે રાજીવ ધવને સોશિયલ મીડિયા પર પોતાનું દર્દ વ્યક્ત કર્યુ છે.

રાજીવ ધવને લખ્યું છે કે તેઓને બાબરી મસ્જિદ કેસના એડવોકેટ એજાઝ મકબૂલે બર્ખાસ્ત કર્યા છે, તેઓ જમિયતનું પ્રતિનિધિત્વ પણ કરે છે. રાજીવ ધવને વધુમાં લખ્યું છે કે હવે રિવ્યૂ પિટિશન કે આ મામલાની કોઈ પણ સુનાવણીમાં સામેલ નહીં થઉં, મદનીએ સંકેત આપ્યા હતા મને આ મામલે હટાવવામાં આવે કેમકે હું અસ્વસ્થ છું. જો કે આ બકવાસ છે. જમિયતને મને હટાવવાનો હક્ક છે પરંતુ તેનું જે કારણ આપ્યું છે તે ખોટું છે.

અયોધ્યા જમીન વિવાદ મામલાની સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષ તરફથી વકીલ રહેલા રાજીવ ધવન ઘણાં ચર્ચામાં રહ્યાં હતા. સુનાવણી દરમિયાન અખિલ ભારતીય હિંદુ મહાસભાના વકીલે એક પુસ્તકનો હવાલો આપ્યો જેને રાજીવ ધવને રેકોર્ડનો ભાગ ન ગણાવતા વિરોધ કર્યો.

જે બાદ હિંદુ મહાસભા દ્વારા એક નકશો રાખવામાં આવ્યો હતો જેનો પણ વિરોધ કરતા રાજીવ ધવને નકશાની કોપી ફાડી નાખી હતી. રાજીવ ધવન સુપ્રીમ કોર્ટના સીનિયર વકીલ છે, તેઓ યુકેમાં ભારતના રાજદૂત, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને લો કમીશનના સભ્ય પણ રહી ચુક્યા છે.

READ ALSO

Related posts

કોંગ્રેસની ‘કોકપિટ’ માં પરત ફર્યા પાયલટ, રંગ લાવી રાહુલ-પ્રિયંકા સાથેની મુલાકાત

Nilesh Jethva

કેન્દ્ર સરકારે હજુ સ્કૂલ ખોલવાને લઈને નથી કર્યો કોઈ સમય નક્કી, કોરોનાની સ્થિતિ પર નિર્ભર રહેશે નિર્ણય : સૂત્ર

Nilesh Jethva

Boycott China ફ્લોપ: ચીને આંકડાઓ રજૂ કરી કર્યા મોટા દાવાઓ, આ સાચા હશે તો ભારતને પડશે લપડાક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!