GSTV

અાપકો દેખકે કુછ કુછ હો ગયા, યુવતી કરતી મેસેજ પછી….

ફેસબુક અને વોટ્સએપ પર મોટેભાગે યુવકો મેસેજ કરીને યુવતીઓને પરેશાન કરતા હોય છે. પરતું વસ્ત્રાપુરમાં રહેતા એક યુવકને વોટ્સએપ પર મેસેજ કરીને પરેશાન કરતી યુવતી સામે ફરિયાદ નોંધાઈ છે. જેને પગલે પોલીસે વધુ તપાસ આદરી છે.

આ બનાવની વિગત મુજબ, વસ્ત્રાપુરમાં સેટેલાઈટ સેન્ટરમાં રહેતા અને વેપાર કરતા વિજયભાઈ નારંગને અજાણ્યા મોબાઈલથી વોટ્સએપ પર મેસેજો આવતા હતા.  ૧૯ ઓક્ટોબરના રોજ વિજયભાઈના મોબાઈલ પર મેસેજ આવવાનું શરૂ થું હતું. હેલ્લો, કૈસે હો આપ, ડીપી બહુત બઢિયા હે, મેરા નામ પ્રિત ફ્રોમ લુધિયાણા હેં.. આપ સિંગલ હો યા મેરીડ મુઝે આપસે ફ્રેન્ડશીપ કરની હે, જેવા મેસેજ આવતા હતા.

નંબર બ્લોક કર્યો તો ટેક્સ મેસેજ શરૂ થયા

 વિજયભાઈએ જવાબ ન આપતા ફરીથી હેપ્પી દશેરા કહીને કુછ તો બોલો, આપકો દેખ કે કુછ કુછ હો ગયા થા પર આપતો કુછ બાત હી નહી કરતે, ગર્લ્સ ભી ઈતના ટાઈમ નહી લગાતી, જેવા મેસેજ આવ્યા હતા.  વિજયભાઈએ મારો નંબર તમને ક્યાંથી મળ્યો ? નહી જણાવો તો પોલીસમાં ફરિયાદ કરીશ તેમ જણાવતા મેસેજ કરનાર યુવતીએ જાઓ રિપોર્ટ કરની હે તો કરો મોસ્ટ વેલકમ ડુ સો.. એવો મેસેજ કર્યો હતો. વિજયભાઈએ તેનો નંબર બ્લોક કરતા તેણે ટેક્સ્ટ મેસેજ મોકલવાનું શરૂ કર્યું હતું. જેને પગલે તેમણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના સીનીયર પી.આઈ. એમ. એમ. જોડેજાના જણાવ્યા મુજબ વિજયભાઈ પરણીત છે અને મેસેજ કરનાર તેમને ઓળખીતી  હોવાની શંકા છે. અમે વોટ્સએપ નંબરને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

સોનિયા-મમતા સહિત પૂર્વ પીએમ અને રાષ્ટ્રપતિને ફોન કરીને PM મોદીએ પૂછી આ એક વાત

Arohi

મહારાષ્ટ્રના સીએમ ઠાકરે બોલ્યા : અમારા ભાઈઓને બચાવવા કોઈ પણ હદ સુધી જઈશ

Nilesh Jethva

કોરોનાએ વિશ્વની મહાસત્તાને પણ ન મૂકી, અમેરિકામાં 7 લાખ લોકોની છીનવાઈ રોજી-રોટી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!