GSTV
Home » News » આ ટ્રીક અપનાવાથી WhatsApp મેસેજ વાંચ્યા બાદ પણ સેન્ડરને નહીં દેખાય ‘Blue Tick’

આ ટ્રીક અપનાવાથી WhatsApp મેસેજ વાંચ્યા બાદ પણ સેન્ડરને નહીં દેખાય ‘Blue Tick’

ફોનમાં વોટ્સએપમાં જલદી મેસેજ મોકલવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ, સાથે વાંચીએ પણ છીએ. પરંતુ એવું નથી ઈચ્છતાં કે ‘Blue Tick’ દેખાય. એવું કરવા માટે એક રીત છે જે તમારે સેટિંગમાં જઈ ‘Read Receipts’વાળા ઓપ્શનને ઓફ કરી દો પરંતુ તેમાં એવું થશે કે બીજાના વાંચેલા મેસેજ પર પણ તમને આ ટીક જોવા નહીં મળે.

એ ઉપરાંત કેટલાક લોકો બીજી રીત પણ અપનાવે છે. તે મેસેજ આવવા પર ફ્લાઈટ મોડને ઓન કરી દે છે અને મેસેજ વાંચી લે છે, જેથી સામે વાળાને બ્લૂ ટીક નથી દેખાતું પરંતુ જેવું તમે ફ્લાઈટ મોડ ઓન કરો તો સેંડરને બ્લૂ ટીક દેખાવા લાગશે. પણ એક બીજો ઉપાય પણ છે જે તમે મેસેજ પણ વાંચી લો અને સામે વાળાને ખ્યાલ પણ ન આવે.

નવા એન્ડ્રોયડ સ્માર્ટફોન્સને મોટાભાગની કંપની કસ્ટમ યૂઆઈની સાથે લોન્ચ કરે છે. એ ઉપરાંત એન્ડ્રોયડ સિસ્ટમમાં પણ વોટ્સએપ મેસેજની નોટિફિકેશન નીચે સ્ક્રોલ થવા પર મેસેજ જોઈ શકાય છે. Xiaomiના MIUIમાં પણ આ ફીચર મળે છે અને ઘણા યુઆઈમાં તો સીધી નોટિફિકેશનમાંથી રિપ્લાઈ પણ આપી શકાય છે. એવામાં નોટિફિકેશનમાં મેસેજ વાંચ્યા બાદ એપમાં ચેટ વિન્ડો ઓપન ન કરો તો સામે વાળાને બ્લૂ ટીક દેખાશે નહીં અને તમે મેસેજ પણ વાંચી લેશો.

આજકાલ iPhoneના નવા મોડલ 3D touch featureની સાથે આવો છો અને સ્ક્રીનને થોડી હાર્ડ પ્રેસ કરો તો તમારી સામે ઘણા નવા ઓપ્શન આવશે, જેમાં વોટ્સએપનું પણ હશે. એવું કરીને તમે વોટ્સએપનો ફુલ પ્રિવ્યૂ લઈ શકો છો. એવું કરીને તમે રિસીવ કરેલા બધા મેસેજ વાંચી શકશો અને મોકલનારને ખ્યાલ પણ નહીં આવે.

Read Also

Related posts

આધાર કાર્ડ બનાવવુ બન્યુ સરળ, હવે ઘર બેઠા જ આ રીતે બુક કરો તમારી એપોઈન્ટમેન્ટ

Ankita Trada

હવામાં ઉડતા મોબાઈલ ટાવર જોયા છે ! અંતરિયાળ ગામડામાં પહોંચાડે છે ઈન્ટરનેટ

Pravin Makwana

Facebook યુઝર્સને આપી રહી છે કમાણીની તક, બસ કરવુ પડશે આ સરળ કામ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!