સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટેન્ટ સીટી-2 ખાતે વિધાનસભાના અધ્યક્ષોનો સેમિનાર યોજાશે. આગામી 25, 26, 27 નવેમ્બરે આ સેમિનાર યોજાશે. ટેન્ટ સીટી-1 ખાતે અતિથિઓની રહેવાની વ્યવસ્થાઓ કરવામાં આવશે. જ્યારે ટેન્ટ સીટી-2 ખાતે સેમિનાર યોજાશે. 24 મી નવેમ્બરે મહેમાનોનું આગમન થશે. 25 અને 26 નવેમ્બરે ટેન્ટ સીટી-2 ખાતે સેમિનાર યોજાશે. જ્યારે 27 મી નવેમ્બરે મેહમાંનો સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય પ્રોજેક્ટોની સંભવિત મુલાકાત લેશે.
28 મીએ વિધાનસભા અધ્યક્ષો અને અધિકારીઓ કેવડિયાથી જવા થશે એવું જાણવા મળ્યું છે. હાલ આ ટેન્ટ સીટી 2 માં કોન્ફરન્સ હોલમાં તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ હોલમાં 1000 જેટલા વ્યક્તિઓ બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ દરબારી ટેન્ટ પણ બનવવામાં આવ્યો છે જ્યાં રાષ્ટ્રપતિ રોકાશે.બપોર અને સાંજનું જમવાનું પણ આજ દરબારી ટેન્ટમાં લેશે. હાલ તો 500 જેટલા અધ્યક્ષઓ આવવાના છે. જેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

READ ALSO
- તણાવ પડ્યો ભારે/ ચીનના 12,000 કરોડ રૂપિયાના મૂડી રોકાણના પ્રસ્તાવો લટક્યા, સરકાર નથી આપી રહી મંજૂરી
- હાર્દિક પંડ્યાના પિતાના અંતિમ સંસ્કાર/ બંને દિકરાઓએ પિતામ્બર પહેરી પિતાને આપી કાંધ, અંતિમ સંસ્કાર વેળાએ ભાવૂક થયો હાર્દિક
- મોડાસામાં UGVCLના કર્મચારીઓએ પડતર માંગ સાથે વિરોધ કર્યો, 3 હજાર કર્મી હડતાળ પર ઉતર્યા
- કોરોના વેક્સિન લગાવતા પહેલા અને પછી દારૂ પીવો ઘાતક સાબિત થઈ શકે છે, જાણી લો તેના સાઈડ ઈફેક્ટ્સ
- દરરોજ ખોરાક લેતા સમયે કરો દહિંનુ સેવન, પેટને લગતી સમસ્યાઓથી મળશે છુટકારો