GSTV
Home » News » અમદાવાદ : નકલી બ્લડ પ્રેશરની દવા વેચનારા ઝડપાયા, 25 હજાર મેડિસીન સ્લીપનો જથ્થો જપ્ત

અમદાવાદ : નકલી બ્લડ પ્રેશરની દવા વેચનારા ઝડપાયા, 25 હજાર મેડિસીન સ્લીપનો જથ્થો જપ્ત

જો તમે દર્દી છો અને બ્લડ પ્રેશરની દવા લો છો તો સાવધાન. અમદાવાદમાંથી બ્લડ પ્રેશરની નકલી દવા વેચનારા ઝડપાયા છે. ફૂડ એન્ડ કંટ્રોલ વિભાગે અમદાવાદની શારદા મેડીકલ. આરાધ્ય મેડિકલ સ્ટોરમાં રેડ કરી નકલી દવાનો જથ્થો જપ્ત કર્યો છે. શારદા મેડિકલમાંથી 25 હજાર મેડિસિન સ્લીપ જપ્ત કરવામાં આવી છે. જયપુરની દર્શ ફાર્મા કંપનીમાંથી આ દવાનો જથ્થો ખરીદવામાં આવ્યો હતો.

રાજસ્થાન ડ્રગ્સ કંટ્રોલ વિભાગે જયપુરની દર્શ ફાર્મા પર રેડ કરી હતી. આ રેડ દરમિયાન બિલ ચકાસણીમાં અમદાવાદના બે મેડીકલ સ્ટોરના નામ સામે આવ્યા હતા. જે બાદ રાજસ્થાન ડ્રગ્સ કંટ્રોલ વિભાગે ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કર્યા બાદ આ રેડ પાડવામાં આવી. અમદાવાદના શારદા અને આરાધ્ય મેડિકલ સ્ટોર સામે નકલી દવા વેચાણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

આ મહિલાએ દુનિયાને જણાવ્યું પાકિસ્તાનમાં મહિલાઓ પર થતા અત્યાચારો વિશે, રાતોરાત ભાગવું પડ્યું PAK માંથી

NIsha Patel

વાહ રે પાકિસ્તાન! એકપણ યાત્રી વિના ઉડ્યા 82 વિમાન, પડ્યો કરોડોનો ફટકો

Bansari

ભાજપના આ નેતાના મમતા પર આક્ષેપ, કહ્યું- મમતા સરકાર આરોપીઓને રક્ષણ આપી રહી છે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!