GSTV
Home » News » સેલ્ફી વિથ સિંહઃ ગીરના જંગલોમાં કડક કાયદા હોવા છતાં કેટલાક લોકો કરે છે આવું

સેલ્ફી વિથ સિંહઃ ગીરના જંગલોમાં કડક કાયદા હોવા છતાં કેટલાક લોકો કરે છે આવું

સરકાર સિંહોને સુરક્ષિત રાખવાના ભલે ગમે તેટલા દાવા કરે, પરંતુ ગીરના જંગલોમાં લાયન શો નહીં થતા હોવાની ગુલબાંગો પોકારે પરંતુ સરકાર અને વન વિભાગના દાવાને ખોટો કરતો વીડિયો સામે આવ્યો છે. ગીર વિસ્તારમાં ત્રણ સિંહબાળ અને એક સિંહ સાથેની સેલ્ફી તેમજ વિડીયો વાયરલ થયો છે. લખનૌના વ્યક્તિએ સિંહ તેમજ ૩ સિંહ બાળ સાથેનો વિડીયો વાયરલ કર્યો છે.

૧૧ તારીખે ફેસબુકના માધ્યમથી મનીષ જહા નામના વ્યક્તિએ પોતે જ પોતાની પોસ્ટ વાયરલ કરી છે. ફેસબુક પરની પોસ્ટ પ્રમાણે મનીષ જ્હા સાતમી તારીખે અમદાવાદ પહોંચ્યો હતો. અને ત્યાંથી ગીર ગયો હતો. ત્યારબાદ ૧૧ તારીખે ગીરના સિંહો સાથે તેણે સેલ્ફી ખેંચી હતી અને વિડીયો વાયરલ કર્યો હતો. આ વીડિયો અને ફોટાઓ વાયરલ થતા વનવિભાગની પોલ ખુલી ગઈ છે. સિંહો સાથે આટલી નજીકથી અને એ પણ ૪ સિંહો સાથે સેલ્ફી ગુજરાત બહારનો વ્યક્તિ કઇ રીતે લઇ શકે એ મોટો સવાલ છે.

વનવિભાગની મીઠી નજર તળે લાઈન શો થઈ રહ્યો હોય તેવી પ્રતીતિ આ વીડિયો દ્વારા થઈ રહી છે. આ વીડિયો સામે આવતા આરટીઆઈ એક્ટિવિસ્ટોએ વનવિભાગ સામે સવાલ ખડા કર્યા છે. અને ગેરકાયદે લાયન શો કરનારા તથા મનીષ જ્હા નામની વ્યક્તિ સામે પગલા ભરવાની માંગ કરી છે.. સિંહો સાથે સેલ્ફી લેવી એ પણ ગુનો બને છે. ત્યારે પોતાના જ ફેસબૂક પેજ પર આ ફોટા અને વીડિયો વાયરલ કરી મનીષ જ્હાએ મુસીબતને આમંત્રણ આપ્યું છે.

Related posts

હોસ્પિટલમાં થયો ફિલ્મી સીન, બાળકીનો જન્મ થયો તો એક બે નહીં… ત્રણ ત્રણ વ્યક્તિએ કર્યો દાવો ‘હું તોનો પિતા છું’

Arohi

ભારતની સંસદ કોનાથી બને છે? જાણો જનરલ નૉલેજના આવા જ 10 સવાલ-જવાબ

Bansari

નાની ઉંમરમાં જ બાળકોને મગફળી આપવાથી ઘટી શકે છે એલર્ખજીનો ખતરો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!