માયાનગરી મુંબઈમાં ઓમિક્રોન વેરિયન્ટના વધતા કેસોને લઈ સેલ્ફ ટેસ્ટિંગની ઘટનાઓ મોટી માત્રામાં વધી ગઈ છે.અત્યાર સુધી મર્યાદિત લોકો આ ટેસ્ટિંગની માહિતી બીએમસીને આપી રહ્યાં હતા. લોકોને હવે સેલ્ફ ટેસ્ટિંગની જાનકારી છુપાવવી મુશ્કેલ બનશે,કારણ કે,રેપિડ એન્ટિજન ટેસ્ટ અને હોમ ટેસ્ટને લઈ બીએમસીએ શુક્રવારે ગાઈડલાઈન જાહેર કરી છે. જેને લઈ બીએમસીએ રેપિડ એંન્ટીજન ટેસ્ટ અને હોમ ટેસ્ટ કિટના બનાવનાર વેંચનાર મેડિકલ સ્ટોર,ડેસ્પેન્સરી અને કેમિસ્ટ દરેકની જવાબદારી નક્કી કરી દેવામાં આવી છે.

મેડિકલ હેલ્થ ઓફિસરની ટીમ નિયમને તોડનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની જવાબદારી દેવામાં આવી
આ તમામ લોકોએ રોજ સાંજે 6 વાગ્યે સુધી ઈ-મેલ દ્વારા બીએમસી અને એફડીએને માહિતી આપવી પડશે.જે બાદ બીએમસી તમામ જાનકારી આઈસીએમઆરની વેબસાઈટ પર અપલોડ કરશે.બીએમસીની સ્પેશ્યલ ટીમ ડેટા પર નજર રાખશે.મેડિકલ હેલ્થ ઓફિસરની ટીમ નિયમને તોડનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની જવાબદારી દેવામાં આવી છે.એફડીએ કમિશનર જેના આધાર પર ડિસ્ટ્રબ્યુશન અને મુંબઈના તમામ મેડિકલ સ્ટોર,કેમિસ્ટો અને ડેસ્પેન્સરી પર મોનિટરિંગ કરશે.તમામ કમિસ્ટ કીટ ખરીદનારને બિલ આપશે અને રેકોર્ડ મેન્ટેન કરશે.

96 હજાર લોકો હોમ કોરોના ટેસ્ટિંગ કીટ દ્વારા પોઝિટિવ મળી આવ્યા
લોકો ઘરે જાતે જ ટેસ્ટ કરી લે છે અને પોઝીટીવ આવે ત્યારે માહિતી છુપાવે છે. માહિતી અનુસાર, ઓગસ્ટથી ડિસેમ્બર સુધીમાં લગભગ 96 હજાર લોકો હોમ ટેસ્ટિંગ કીટ દ્વારા પોઝિટિવ મળી આવ્યા છે. ત્રીજી લહેરથી, લાખો લોકોએ આ કીટ ખરીદી છે.
Read Also
- 13 રાજ્યોમાં સર્જાઈ શકે છે વીજસંકટ, 3 રાજ્યોની 27 વીજ વિતરણ કંપનીઓ પર લાગ્યો પ્રતિબંધ
- બોયકોટ વિવાદ વચ્ચે સલમાનની આગામી ફિલ્મ ‘ભાઈજાન’નો ફર્સ્ટ લૂક વાયરલ, એક્ટરે શેર કરી તસવીર
- કેજરીવાલે ભરાવ્યા/ ભૂપેન્દ્ર પટેલ સરકારનું નાક દબાવશે આંદોલનો, પોલીસનું પેકેજ સરકારને ભારે પડશે
- PIB Fact Check/ SBIના 45 કરોડ ગ્રાહકો માટે અગત્યના સમાચાર, બદલાઈ ગયા ટ્રાન્ઝેક્શનના નિયમ? જાણો શું છે હકીકત
- વાહ રે ભૂપેન્દ્ર પટેલ સરકાર : સસ્તી વીજળી પેદા કરશે તો માનિતા બિઝનેસમેનો કઈ રીતે કમાશે