Photos: નીકની ગર્લફ્રેન્ડનો આંકડો જાણી પ્રિયંકાને પણ લાગશે આંચકો, આ હોલિવુડ બેબ્સ સાથે રહી ચૂક્યા છે સંબંધ

પ્રિયંકા ચોપરા અને તેનો અમેરિકન એક્ટર-સિંગર બોય ફ્રેન્ડ નિક જોનાસ અત્યારે બોલિવૂડના ટોક ઓફ ધ ટાઉન બનેલા છે. આમ તો આ સ્ટાર કપલની ચર્ચા ઘણા મહિનાઓથી ચાલી રહી હતી. તેમાંય પ્રિયંકા અને નિક વચ્ચેના એજ ડિફરન્સને કારણે તેમનું ટ્રોલિંગ પણ થઈ ચૂક્યુ છે. ત્યારે હવે સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહી છે પ્રિયંકાને મળતા પહેલાની નિક જોનાસની 10 ગર્લફ્રેન્ડની લિસ્ટ.

પ્રિયંકા ચોપરાએ આખરે તેનો લાઈફ પાર્ટનર પસંદ કરી લીધો છે. 25-26 વર્ષના અમેરિકન એક્ટર અને સિંગર નિક જોનાસ પર પ્રિયંકાનું દિલ આવ્યુ છે. જો કે, પ્રિયંકાને મળતા પહેલા નિક જોનાસ એક નહીં, બે નહીં પણ પૂરી 10 સ્ટાર ગર્લફ્રેન્ડઝને ડેટ કરી ચૂક્યો છે અને આખરે 11મી વખતે નિકનું દિલ બોલિવૂડની આપણી આ દેશી ગર્લ પર આવીને અટક્યુ છે. વેલ યેસ, પ્રિયંકાને ડેટ કરતા પહેલા નિક જોનાસ ઘણી બધી હોલિવૂડ બ્યૂટિઝને ડેટ કરી ચૂક્યો છે.

જેમાં સૌથી પહેલા વાત કરીએ તેની ફર્સ્ટ લવ એવી માઈલી સાયરસ. 2006માં જ્યારે માઈલી અને નિક 13 વર્ષના હતા ત્યારે એકબીજાને ડેટ કરતા હતા. જો કે, 2007માં બન્ને અલગ થઈ ગયા હતા. બન્ને સિંગર હોવાથી 2009માં તેમણે બિફોર ધ સ્ટોર્મ સોન્ગમાં કોલાબોરેટ કર્યુ હતું. થોડા વર્ષો બાદ, નિક જોનાસે ખુલાસો કર્યો હતો કે તેનુ વેડિંગ બેલ્સ ગીત માઈલી વિશે જ હતું.

માઈલી સાથે બ્રેકઅપ બાદ નિક 2008માં વધુ એક ડિઝની સ્ટાર એટલે કે સેલેના ગોમેઝને ડેટ કરવા લાગ્યો. સેલેના જોનાસ બ્રધર્સ બેન્ડના હિટ સોન્ગ બર્નિંગ અપના મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી હતી. જો કે, સેલેના સાથે પણ નિકનું એક વર્ષમાં બ્રેકઅપ થઈ ગયુ. ઈન્ટ્રેસ્ટિંગ, તે સમયે માઈલી-નિક-સેલેના વચ્ચે લવ ટ્રાયએન્ગની અફવાઓ પણ સંભળાઈ હતી. જો કે, નિક સાથેના બ્રેકઅપ બાદ પણ સેલેના આજ સુધી તેની સારી ફ્રેન્ડ રહી છે.

19 વર્ષે નિક જોનાસે ઓસ્ટ્રેલિયન સિંગર ડેલ્ટા ગુડરેમને ડેટ કરવાની શરૂઆત કરી. ડેલ્ટા નિક કરતા 8 વર્ષ મોટી હતી. જો કે, ફેબ્રુઆરી 2012માં 10 મહિનાના અફેર બાદ નિક ડેલ્ટાથી અલગ થઈ ગયો. બટ લાઈક સેલેના, નિક અને ડેલ્ટા પણ બ્રેકઅપ બાદ સારા ફ્રેન્ડઝ રહ્યા છે.

ડેલ્ટા ગુડરેમ સાથેના બ્રેકઅપ બાદ નિકની લાઈફમાં થઈ હતી જીજી હદીદની એન્ટ્રિ. નિક અને જીજી એકસાથે ફિલ્મ જોવા, ડિઝનીલેન્ડની મુલાકાતે જતા અને બીજી ઘણી બધી જગ્યાએ એકસાથે સ્પોટ થયા હતા. જો કે, ત્યાર બાદ બન્નેનું બ્રેકઅપ થઈ ગયુ હતું અને જીજી નિકના મોટા ભાઈ જોઈ જોનાસને ડેટ કરવા લાગતા લોકો આ બન્નેના શોર્ટ અફેરને પણ ભૂલી ગયા.

એનિવે, જો વાત કરવામાં આવે મોટી ઉંમરની યુવતીઓને ડેટ કરવાની તો લોકો નિક જોનાસના 2013ના સોન્ગ વોટ ડુ આઈ મિન ટુ યુમાં રિટા ઓરાનું નામ સાંભળીને સરપ્રાઈઝ થઈ ગયા હતા. કારણ કે લોકોને આ સોન્ગ સાંભળ્યા બાદ જ બન્ને વચ્ચે કંઈક ચાલતુ હોવાની ખબર પડી હતી. જો કે, નિકે બાદમાં ખુલાસો કર્યો હતો કે આ સોન્ગ કોઈ એવી વ્યક્તિ માટે હતું જેણે તેની સાથે દુર્વવ્યહાર કર્યો હતો.

શોર્ટ ટાઈમ અફેર્સની લોન્ગ લિસ્ટ બાદ આખરે 2013માં નિક મિસ યુનિવર્સ ઓલિવિયા કલ્પોને ડેટ કરવા લાગ્યો. તે બન્નેએ 2013માં ડેટિંગની શરૂઆત કરી હતી. નિક ઓલિવિયાના ગળાડૂબ પ્રેમમાં હતો. તેના માટે નિકે જેલસ નામનુ સ્મેશ હિટ સોન્ગ પણ લખ્યુ અને ઓલિવિયા તેના મ્યુઝિક વિડીયોમાં ફિચર પણ થઈ.. જો કે, બે વર્ષ ડેટ કર્યા બાદ 2015માં નિક ઓલિવિયાથી પણ અલગ થઈ ગયો. ઈન્ટ્રેસ્ટિંગલી, ઓલિવિયા સાથેનો આ બે વર્ષનો રોમાન્સ નિક જોનાસનો અત્યાર સુધીનો સૌથી લાંબો રિલેશન રહ્યો હતો.

નિક જોનાસની પ્રેમિકાઓની યાદીમાં નેક્સ્ટ નામ પણ ઘણુ શોકિંગ રહ્યુ હતું. સપ્ટેમ્બર 2015માં જ્યારે નિક હોલિવૂડ એક્ટ્રેસ કેટ હડસન સાથે ડેટ પર જોવા મળ્યો ત્યારે ઘણા લોકો સરપ્રાઈઝ થઈ ગયા હતા. જાન્યુઆરી 2016માં એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં નિકે આ વાતની કબૂલાત પણ કરી હતી. હાઉએવર, ઓલ્ડર લેડી સાથેનો નિકનો આ ત્રીજો રોમાન્સ ક્યારે એન્ડ થઈ ગયો તેનો કોઈ ખુલાસો તેણે ન કર્યો.

એનિવે, કેટ હડસનનું ચેપ્ટર ક્લોઝ થયા બાદ એવી ચર્ચાઓ સંભળાઈ કે નિક બ્રિટિશ એક્ટ્રેસ મોડેલ અને રાઈટર લિલિ કોલિન્સ સાથે પણ દેખાયો હતો. જો કે, આ અફેર બહુ ટૂંકા સમય માટે ચાલ્યુ.

આ 8 હસિનાઓ બાદ નિક જોનાસની લાઈફમાં આવી વિક્ટોરિઆસ સિક્રેટ મોડેલ જ્યોર્જિયા ફોઉલર. આ બન્ને જણા નિકના મોટા ભાઈ જોઈ જોનાસની એન્ગેજમેન્ટ પાર્ટીમાંથી એકસાથે બહાર આવતા સ્પોટ થયા હતા. આ બન્નેએ રિપોર્ટેડલી 2017માં ડેટિંગની શરૂઆત કરી હતી. જો કે, એઝ યુઝુઅલ નિકની લવસ્ટોરી અહીંયા પણ લાંબો ટાઈમ ન ટકી શકી.

નિકની લાઈફમાં આવેલી 10માં નંબરની ગર્લફ્રેન્ડ હતી એનાલિસા અઝાર્ડો. ધ વોઈસ નામના ટીવી શો માટે નિક જ્યારે ઓસ્ટ્રેલિયા ગયો હતો ત્યારે તેણે એનાલિસા સાથે હેન્ગ આઉટ કરવાની શરૂઆત કરી હતી. આ બન્ને સિડનીમાં રેસ્ટોરન્ટમાં સાથે જમતા, બાઈક રાઈડ માણતા, બીચ પર સાથે હરતા ફરતા અને પેશોનેટ કિસ કરતા પણ જોવા મળ્યા હતા. જો કે, આ એક ફ્લિંગ જ રહ્યુ હશે કારણ કે ત્યાર બાદ આ બન્ને ક્યારેય એકસાથે નહોતા દેખાયા.

આ 10 હસિનાઓ સિવાય પણ નિક જોનાસનું નામ Courtney Galiano, Nicole Anderson, Samantha Barks, Kendall Jenner, Tinashe અને Cherry D જેવી સેલેબ્સ સાથે પણ ચર્ચાઈ ચૂક્યુ હતુ. જો કે, આમાંથી કોઈની પણ સાથે નિક લાંબો ટાઈમ ન ટકી શક્યો અને આખરે 2017માં નિકની પહેલી મુલાકાત પ્રિયંકા સાથે થઈ. જો કે, તે સમયે પણ તે બન્ને વચ્ચે કંઈ જ નહોતુ. પરંતુ વર્ષ 2018ના મે મહિનામાં આ બન્ને એક લાઈવ કોન્સર્ટમાં એકસાથે સ્પોટ થયા અને બીજા દિવસે યોટ પર પાર્ટી કરતા પણ જોવા મળ્યા અને બસ ત્યારથી જ નિક અને પ્રિયંકાના રૂમર્ડ રોમાન્સની અટકળો શરૂ થઈ ચૂકી હતી. એન્ડ રેસ્ટ ઈઝ ધ હિસ્ટ્રી..
હવે આટલી ખુબસુરત હસિનાઓ ડેટ કર્યા બાદ આખરે નિક જોનાસનું દિલ પ્રિયંકા ચોપરા પર આવ્યુ છે. એન્ડ વિ જસ્ટ હોપ કે નિકની આ લવસ્ટોરી તેની પહેલાની પ્રેમકહાનીઓની જેમ બાળમૃત્યુ ન પામે. બિકોઝ આફ્ટર ઓલ વિ કાન્ટ સી અવર વેરી ઓન દેશી ગર્લ અપસેટ.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter