GSTV

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Last Updated on December 5, 2021 by GSTV Web Desk

સંયુક્ત કિસાન મોરચાએ શનિવારે મહત્વની બેઠક મળી. જેમાં ખેડૂતોએ ટેકાના ભાવ એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ.. ખેડૂતો પરથી કેસ વાપસી જેવા મુદ્દાઓ પર સરકાર સાથે વાતચીત માટે પાંચ સભ્યોની કમિટી બનાવી છે. કિસાન મોર્ચાની હવે આગામી બેઠક સાત ડિસેમ્બરે મળશે.

Samyukt Kisan Morcha demands release of disha ravi

કમિટી માટે જે પાંચ સભ્યોના નામ પસંદ કરવામાં આવ્યા છે તેમાં યુદ્ધવીર સિંહ, શિવકુમાર કક્કા, બલબીર રાજેવાલ, અશોક ધવાલે, ગુરનામ સિંહ ચઢૂનીના નામ પર સહમતી સધાઈ. આ નિર્ણય અંગે જાણકારી આપતા રાકેશ ટિકૈતે કહ્યું કે આ સંયુક્ત કિસાન મોર્ચાની હેડ કમિટી હશે. જે તમામ મહત્વપૂર્ણ નિર્ણય લેશે. હજુ સુધી સરકારે સત્તાવાર રીતે વાતચીત માટે બોલાવ્યા નથી.

Will take movement beyond Delhi: Sanyukt Kisan Morcha

પરંતુ, જો વાતચીત માટે બોલાવવામાં આવશે તો આ પાંચ લોકો જ વાતચીત માટે જશે. રાકેશ ટિકૈતે ફરી જણાવ્યું કે હાલમાં આંદોલન ખતમ નહીં થાય. અમે ક્યાંય પણ જઈ રહ્યા નથી. સંયુક્ત કિસાન મોર્ચાના નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું કે મોરચા દ્વારા બનાવવામાં આવેલી પાંચ સભ્યોની કમિટીનો હેતુ સરકારની સાથે પોતાની માંગણીઓને લઈને વાતચીત કરવાનો છે.. સરકાર તરફથી એમએસપી કાયદાની કમિટી માટે જે પાંચ સભ્યોના નામની માંગણી થઈ છે તેની સાથે આ સભ્યોને કંઈ પણ લેવા દેવા નથી..

Read Also

Related posts

કોરોનાનો કહેર / પોલીસ જવાનો પછી તબીબો પણ આવ્યા કોરોનાના સકંજામાં, સોલા સિવિલના સુપ્રીન્ડેન્ટ સહિત 12 ડોક્ટરો થયા સંક્રમિત

GSTV Web Desk

ગોલમાલ / DEO અને સરકારે જાહેર કરેલા આંકડામાં મોટો તફાવત, AMCના અધિકારીઓ મુંઝવણમાં મુકાયા

GSTV Web Desk

ગાંધીનગર IBમાં ફરજ બજાવતા જવાનના આપઘાત કેસમાં આવ્યો નવો વળાંક, સુસાઇડ નોટમાં સાથી કર્મચારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!