GSTV

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત વચ્ચે અન્ય પાર્ટીઓના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત, સૌથી વધારે આ પક્ષને થઇ અસર

Last Updated on October 7, 2021 by Dhruv Brahmbhatt

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોમાં ૪૪માંથી ૪૧ બેઠકોમાં જંગી વિજય હાંસલ કરીને ભાજપે સત્તા મેળવી લીધી છે ત્યારે આ ચૂંટણી જંગમાં કોંગ્રેસ, આપ અને અન્ય નાના પક્ષોની સાથે અપક્ષ ઉમેદવારોની ડિપોઝિટ ગુમાવવાનો વારો આવ્યો છે. કોંગ્રેસના ૧૭, આમ આદમી પાર્ટીના ર૧ અને એનસીપીના ત્રણ, બસપાના ૧૪ અને અન્ય અપક્ષ ૧૭ ઉમેદવારો પોતાની ડિપોઝિટ બચી શકે તેટલા મત મેળવી શકયા નહોતા. સૌથી વધારે વોર્ડ નં.૧માં ૧૪ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે.

ભારતીય જનતા પાર્ટીએ ૪૪માંથી ૪૧ બેઠકો હાંસલ કરીને પ્રચંડ જીત મેળવી લીધી

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાયા બાદ મંગળવારે મતગણતરી હાથ ધરાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીએ ૪૪માંથી ૪૧ બેઠકો હાંસલ કરીને પ્રચંડ જીત મેળવી લીધી હતી. વોર્ડ નં.૧૦માં ભાજપના તમામ ઉમેદવારો આઠ હજારથી વધુ મતોથી જીતી ગયા હતાં. ત્યારે સામે પક્ષે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ત્રણ બેઠકો મેળવીને સંતોષ માનવો પડ્યો હતો. ભાજપ તરફી જનાધાર વચ્ચે કોંગ્રેસ, આપ અને અન્ય નાના પક્ષોના ઉમેદવારો તેમની ડિપોઝિટ બચાવી શકે તેવા મતો પણ મેળવી શકયા ન હોતા.

BJP CONGRESS

વોર્ડ નં.૧માં ૧૧, વોર્ડ નં.રમાં ૪, વોર્ડ નં.૩માં પ, વોર્ડ નં.૪માં ૪, વોર્ડ નં.પમાં પ, વોર્ડ નં.૬માં પ, વોર્ડ નં.૭માં પ, વોર્ડ નં.૮માં ૧૧, વોર્ડ નં.૯માં ૬, વોર્ડ નં.૧૦માં ૬ અને વોર્ડ નં.૧૧માં સાત ઉમેદવારોએ વિજેતા ઉમેદવારો કરતાં ચોથા ભાગના પણ મત નહીં મેળવતાં ચૂંટણી તંત્રએ તેમની ડિપોઝિટ પણ જપ્ત કરી લીધી હતી. જેમાં આમ આદમી પાર્ટીના ૪૦માંથી ર૧ ઉમેદવારો તેમની ડીપોઝીટ બચાવી શકયા નહોતા. ત્યારે કોંગ્રેસે ઉભા રાખેલા ૪૪માંથી ૧૭ ઉમેદવારો ડિપોઝિટ બચે તેટલા મતો મેળવી શક્યા ન હોતાં. નેશનલ કોંગ્રેસ પાર્ટીના ત્રણ અને બહુજન સમાજ પાર્ટીના ૧૪ ઉમેદવારો પણ ડિપોઝિટ બચાવી શકયા ન હોતા. ૧૭ જેટલા અપક્ષ ઉમેદવારોની પણ આ જ હાલત જોવા મળી હતી. આમ, કોર્પોરેશનની ચૂંટણીમાં ઉભા રહેલા ૧૬ર પૈકી ૭ર ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે.

READ ALSO :

Related posts

2022 વિધાનસભા ચૂંટણી / AAPના નેતાઓ ગુજરાતની મુલાકાત, રાજ્યની શિક્ષણ નીતિ-પદ્ધતિને બનાવશે મુદ્દો

Zainul Ansari

અમદાવાદ / છેતરપિંડીના ગુનાના નિકાલ માટે કરવામાં આવી આર્થિક ગુના નિવારણ શાખાની રચના, પોલીસે અત્યાર સુધી આટલા કરોડ રૂપિયા કર્યા પરત

Zainul Ansari

ગ્રામ પંચાયતની ચૂંટણી/ સરપંચની ચૂંટણી માટે 31,359 ફોર્મ ભરાયા, ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 7 ડિસેમ્બર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!