GSTV
Gujarat Government Advertisement

શહેરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સરકારની વિવિધ યોજનાઓમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો આક્ષેપ

Last Updated on June 11, 2021 by pratik shah

શહેરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સરકારની વિવિધ યોજનાઓમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે ૨૦૦ ઉપરાંત બહેનોએ TDO સામે વિરોધ દર્શાવી.જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું. તો બીજી તરફ મહિલા TDO અંકિતા ઓઝાએ તમામ આક્ષેપો પાયાવિહોણા હોવાનું જણાવી નિયમ મુજબ કરવામાં આવેલ કામનો વિરોધ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું છે.

રિવોલીંગ ફંડમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા

મહત્વનું છે કે શહેરા તાલુકામાં મિશન મંગલમ્ હેઠળ સ્વસહાય જૂથોની રિવોલીંગ ફંડમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા તેમજ શહેરા તાલુકાની મોટાભાગની નિરાધાર વિધવા મહિલાઓને આવાસોની મંજુરી માટે હપ્તાની માંગણીઓ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો.

પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ TDO  સામે લગાવવામાં આવ્યા

તાલુકામાં નોંધાયેલ મિશન મંગલમ્ હેઠળ ૫ જુથોના રિવોલીંગ ફંડ માટેની કાર્યવાહી કરવામાં પણ પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ TDO  સામે લગાવવામાં આવ્યા અને તાત્કાલિક અસરથી તાલુકા વિકાસ અધિકારી અંકિતા ઓઝાની બદલી કરવાની માંગ કરવામાં આવી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!