નિર્ભયા ગેંગ રેપ કેસની વકીલ સીમા કુશવાહા ગુરુવારે બહુજન સમાજ પાર્ટીમાં જોડાઈ ગઈ છે. તેઓ પાર્ટીના મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાની હાજરીમાં બસપામાં જોડાયા હતા. જણાવી દઈએ કે, સીમા કુશવાહાએ નિર્ભયા કેસમાં દોષિતોને સજા અપાવવા માટે લાંબી લડાઈ લડી હતી. આ કેસમાં ચાર દોષિતોને 20 માર્ચ 2020ના રોજ ફાંસી આપવામાં આવી હતી.

બસપાની સમસ્યાઓઃ
યુપીની ચૂંટણીમાં બસપાની ગતિવિધિ સપા અને બીજેપી કરતા ઘણી ઓછી જોવા મળે છે. બીજી તરફ, સર્વેમાં જાણવા મળ્યું છે કે, આ ચૂંટણીમાં બસપાને 5-9 બેઠકો મળી શકે છે. એટલું જ નહીં, સર્વે અનુસાર, BSPને ગત ચૂંટણીની સરખામણીમાં 12 ટકા વોટ શેરનું નુકસાન વેઠવું પડી શકે છે.

હજુ પણ બળાત્કાર પીડિતાનો કેસ લડી રહ્યાં છે:
સીમા કુશવાહાની વાત કરીએ તો, નિર્ભયા કેસ સિવાય, તે અડધો ડઝન બળાત્કાર પીડિતો માટે ન્યાય મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે. તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. નિર્ભયા ગેંગ રેપ કેસ તેની કારકિર્દીનો પ્રથમ કોર્ટ કેસ હતો. આ કેસમાં તેણે સાત વર્ષ અને ત્રણ મહિનાથી વધુ સમય સુધી કાનૂની લડાઈ લડી હતી.
નોંધનીય છે કે આ સમગ્ર કેસમાં સીમા કુશવાહાએ સુનાવણી માટે એક પૈસો પણ લીધો નથી. તે જ્યોતિ લીગલ ટ્રસ્ટ સાથે સંકળાયેલી છે, જે બળાત્કાર પીડિતો માટે મફત કેસ લડે છે. તે નિર્ભયા જ્યોતિ ટ્રસ્ટ અને મહાત્મા જ્યોતિબા ફૂલે બ્રિગેડની કાનૂની સલાહકાર પણ છે.

ઈન્દિરા ગાંધીને આદર્શ માને છે:
સમાજ અને મહિલાઓ માટે કરેલા કાર્યોને કારણે, ફેમ ઈન્ડિયા મેગેઝિન એશિયા પોસ્ટ સર્વે દ્વારા 25 સશક્ત મહિલા-2020ની યાદીમાં સીમા કુશવાહાને 20મું સ્થાન મળ્યું છે. આ સિવાય વકીલ સીમા કુશવાહા પણ છોકરીઓને તેમના અધિકારો વિશે જાગૃત કરે છે. તે પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીને પોતાના આદર્શ માને છે.
READ ALSO
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં