GSTV
Bollywood Entertainment Trending

સલમાન ખાનના ઘરે પહોંચ્યો કોરોના, એમના ઘરના એક ખાસ સભ્ય વાયરસની ચપેટમાં

એક વાર ફરી કોરોના પોતાની પગ પ્રસરી રહ્યા છે. હાલમાં જ કરીના કપૂર અને અમૃતા અરોરાને કોરોના થયો, ત્યાર પછી હવે બૉલીવુડની ગલીઓથી ઘણા નામ સામે આવી રહ્યા છે, જેને કોરોના થયો છે. તમને જાણીને હેરાની થશે કે કોરોનાનો કહેર હવે સલમાન ખાનના ઘર સુધી પહોંચી ગયો છે અને ઘરના એક ખાસ સભ્યને આ વાયરસે પોતાની ચપેટમાં લઇ લીધા છે.

ખાન પરિવારમાં પહોંચ્યો કોરોના

દેશભરમાં કોરોના કેસ ફરી વધી રહ્યા છે. સોમવારે કરીના કપૂર અને અમૃતા અરોરા કોરોના પોઝિટિવ હોવાની ખબર સામે આવી હતી. હવે ખબર છે કે સોહેલ ખાન અને સંજય કપૂરની પત્નીઓ એટલે સીમા ખાન અને મહીપ કપૂર પણ કોરોનાના શિકાર થઇ ગયા છે.

સોહેલની પત્નીને કોરોના

જણાવી દઈએ કે સલમાન ખાનના નાના ભાઈ સોહેલ ખાનની પત્ની સીમા ખાનના ઘરમાં જ સારવાર ચાલી રહી છે. ત્યાં જ સંજય કપૂરે પત્ની પોઝિટિવ હોવાની પુષ્ટિ કરી છે. એમણે કહ્યું- હા, મહીપને કોરોના થયો છે પરંતુ એમને સામાન્ય લક્ષણ છે. એમણે પોતાને આઇસોલેટ કરી લીધા છે અને તમામ સાવધાની રાખવામાં આવી રહી છે.

સીમા અને મહીપ છે સારા મિત્ર

સીમા ખાન અને મહીપ કપૂરમાં સારી મિત્રતા છે. બંને ઘણી વખત પાર્ટીમાં સાથે જોવા મળે છે. એટલું જ નહિ બંને જ ગયા વર્ષે નેટફ્લિક્સ માટે કરણ જોહર દ્વારા બનાવવામાં આવેલી ‘ફાબુલેસ લાઈફ ઓફ બૉલીવુડ વાઈફ્સ’માં આ બંને મિત્રો સાથે દેખાઈ હતી. બંને જ બિઝનેસ વુમેન છે અને મુંબઈમાં પોતાનો બિઝનેસ કરે છે.

Read Also

Related posts

મેઘાલયમાં રાજીનામું આપનાર ત્રણ ધારાસભ્ય ભગવો ધારણ કરશે, સીએમને ન પડયો ફરક

Siddhi Sheth

મહારાષ્ટ્ર/ છત્રપતિ શિવાજી પર રાજ્યપાલ કોશ્યારીના નિવેદન પર ભારે વિવાદ, પદ પરથી હટાવવા બોમ્બે હાઈકોર્ટમાં અરજી

Padma Patel

સ્થૂળતા જ નહિ, ડાયાબિટિસને પણ નિયંત્રણમાં રાખે છે આ ગૂલાબી ફ્રૂટ, જાણો તેના અદ્ભુત ફાયદા

Akib Chhipa
GSTV