GSTV
Home » News » મનોહર પર્રિકરની આ 15 તસવીરો જોઈને તમે બોલશો કે ‘તેરે જેસા નેતા કહાં’

મનોહર પર્રિકરની આ 15 તસવીરો જોઈને તમે બોલશો કે ‘તેરે જેસા નેતા કહાં’

63 વર્ષિય મનોહર પર્રિકરે ચાર વખત ગોવાના મુખ્યપ્રધાન અને કેન્દ્રમાં રક્ષા પ્રધાન તરીકે સેવા આપી.

ભાજપના તમામ વર્ગોની સાથે જુદા જુદા પક્ષોની વચ્ચે લોકપ્રિય પર્રિકરે લાંબા સમય સુધી કોંગ્રેસનો ગઢ રહેલા ગોવામાં પણ ભાજપનો કેસરીયો લહેરાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી. મનોહર પર્રિકરનું રાજકીય જીવન ઉપલબ્ધિઓથી ભરેલું રહ્યું.

તેમણે ભાજપને ન માત્ર ગોવામાં મજબૂત બનાવ્યું પરંતુ કેન્દ્રમાં પણ પોતાના કામથી સૌનું દિલ જીત્યું.

ગોવાની રાજનીતિમાં સૌથી જૂના મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના વધતા રાજકીય કદને રોકવા માટે ભાજપે પર્રિકરને રાજનીતિમાં ખેંચ્યા.

રાજનીતિમાં પ્રવેશ કરીને 1994માં પર્રિકરે પણજી વિધાનસભાની બેઠક પર જીત મેળવી. તેઓ 1999માં જૂનથી નવેમ્બર સુધી ગોવા વિધાનસભામાં વિપક્ષના નેતા રહ્યા.

તેમણે કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારની વિરૂદ્ધ પોતાના ભાષણોથી ઓળખ મેળવી.

24 ઓક્ટોબર, 2001માં પર્રિકર પહેલી વખત ગોવાના મુખ્યપ્રધાન બન્યા. પરંતુ તેમનો કાર્યકાળ માત્ર 27 ફેબ્રુઆરી, 2002 સુધી જ ચાલ્યો.

પાંચ જૂન, 2002માં તેઓ ફરીથી ચૂંટાયા અને મુખ્યપ્રધાન પદે આરૂઢ થયા. 29 જાન્યુઆરી, 2005ના રોજ ભાજપના ચાર ધારાસભ્યોના રાજીનામાના કારણે તેમની સરકાર પડી ભાંગી.

2007માં દિગમ્બર કામતના નેતૃત્વવાળી કોંગ્રેસ સામે પર્રિકરના નેતૃત્વવાળી ભાજપે વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો.

2012ની વિધાનસભા ચૂંટણીમાં મનોહર પર્રિકર આગેવાનીમાં ભાજપની જીત થઇ. અને પર્રિકર ત્રીજી વખત મુખ્યપ્રધાન બન્યા.

કેન્દ્રમાં ભાજપની સરકાર રચાતાં પર્રિકરને 2014માં રક્ષાપ્રધાન બનાવાયા. 2017 સુધી તેઓ કેન્દ્રીય પ્રધાન મંડળમાં રહ્યા.

જો કે 2017માં ગોવા વિધાનસભામાં ભાજપને બહુમતી ન મળી. જેથી પર્રિકરની ગોવામાં વાપસી થઇ.

તેમણે જીએફપી અને એમજીપી સાથે મળીને ભાજપના નેતૃત્વમાં સરકાર બનાવી. આ સાથે જ પર્રિકર ગોવામાં ચોથી વખત મુખ્યપ્રધાન બન્યા.

જો કે ફેબ્રુઆરી, 2018થી મનોહર પર્રિકરને સ્વાદુપિંડનું કેન્સર થયું. અને તેમની તબિયત સતત ખરાબ થતી રહી. 17 માર્ચ, 2019ના દિવસે તેમણે અંતિમ શ્વાસ લીધા.

READ ALSO

Related posts

નેતાઓની જીભ લપસવાની મૌસમ: શિવરાજસિંહે સનદી અધિકારીઓને ધમકી આપતા કહ્યું, કાલે…

Nilesh Jethva

નોતાઓનાં બફાટની વણથંભી વણઝાર: યુપીનાં આ નેતા પીએમ મોદી વિશે બોલ્યા કે….

Riyaz Parmar

નાસાએ મંગળની ધરતી પર પ્રથમ વખત ધરતીકંપ નોંધ્યો

Path Shah