પતંગની મોજ માણી પરંતું જુઓ દોરાથી કેટલા જીવ ગયા અને ધીંગાણા પણ થયા

નસવાડીના ચામેઠાથી વેલપુર જતા બાઈક સવારના ગળામાં દોરી વાગતા ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. અને ખાડામાં પડ્યો હતો. અન્ય બે વ્યક્તિઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે નસવાડી સીએસસી સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા.

કેશોદના ખીરસરા ગામે બાળકી અગાસી પરથી પટકાતા ગંભીર ઇજા થઇ હતી. બાળકી પતંગ ચગાવતી વખતે નીચે પટકાઇ હતી. કેશોદ 108ની ટીમ દ્વારા તાત્કાલિક દોડી જઇ બાળકીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

વલસાડ ઓવરબ્રિજ પર પતંગથી એક બાઈક ચાલકનું ગળુ કપાયું હતું. શાકભાજી લેવા આવેલો બાઈક ચાલક જૂજવાં ગામે જઈ રહ્યો હતો તે સમયે ઘટના બની હતી. ઇજાગ્રસ્ત બાઇક ચાલકને 108 દ્વારા સિવિલ ખાતે એડમિટ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન 3 ટાંકા આવ્યા હતા.

પાલનપુરમાં દોરીથી 30થી વધુ પક્ષીઓ ઘાયલ થયા હતા. વનવિભાગ તેમજ સેવાભાવી લોકોએ ઘાયલ પક્ષીઓને સારવાર આપી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત 1 પક્ષીનું મોત થયું હતું. અકસ્માતના બનાવોમાં પતંગથી 1 વ્યક્તિનું મોત થયું હતું. જયારે 1 વ્યક્તિ ઘાયલ થયો હતો. સેવાભાવી સંસ્થાઓ સહિત જીવદયા પ્રેમીઓની ટીમ ઘાયલ પક્ષીઓની સારવાર માટે તૈનાત કરવામાં આવી હતી.

મહિસાગર જિલ્લામાં પતંગના દોરાથી 23 પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત પક્ષીઓમાં એક બગલો અને એક ઘુવડનો પણ સમાવેશ થાય છે. પક્ષીઓને પશુ દવાખાને સારવાર આપવામાં આવી હતી. અને ત્યારબાદ વન વિભાગને સોંપવામાં આવ્યા હતા.

અમદાવાદના મેમ્કો ઓવરબ્રિજ પાસે પથ્થરમારાની ઘટના બની છે. મેમ્કોના શિવશક્તિનગરની ત્રણ લાઇનમાં પતંગ મુદ્દે પથ્થરમારો થયો છે. મામલાની જાણ થતાં પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter