મનુષ્યને અરીસામાં જોવું ખુબ ગમે છે. પરંતુ તમને જણાવી દઈએ કે માત્ર માણસો જ નહીં પણ પ્રાણીઓ પણ આમાં મોખરે છે. સોશિયલ મીડિયા પર વાંદરાનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં વાંદરો બાઇક પર બેસીને અરીસામાં પોતાની જાતને જોઈ રહ્યો છે. રસપ્રદ બાબત એ છે કે તે અરીસામાં જોતી વખતે એક વિચિત્ર ચહેરો બનાવી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેમની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

આ રમુજી વિડીયોમાં જોઈ શકાય છે કે, એક વાંદરો છે જે પોતાની જાતને બાઇકના અરીસામાં જોઈ રહ્યો છે. તે અરીસામાં પોતાની જાતનુ નિરીક્ષણ કરી રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે.થોડી વાર બાદ વાંદરો એક ક્ષણ માટે અટકી જાય છે. અને પછી પોતાના ચહેરાને અરીસામાં એ રીતે જુએ છે જાણે કે અરીસામાં કોઈ અન્ય વાંદરો છે. તે મૂંઝવણમાં માથું ખંજવાળતો પણ જોવા મળે છે. આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
જુઓ વીડિયો
યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, માત્ર વાંદરો જ નહિ, દરેક પ્રાણી અરીસામાં જોઈને આ રીતે રીએક્ટ કરે છે. જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે, વાંદરો ડેટ પર જઈ રહ્યો છે…એટલે તૈયાર થઈ રહ્યો છે.જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
ALSO READ
- હેરાફેરી-4ને લાગ્યું વિવાદોનું ગ્રહણ, ઓડિયો રાઈટ્સ મુદ્દે નિર્માતાઓને મોકલવામાં આવી નોટિસ
- Earthquake: ભયાનક ભૂંકપથી પાકિસ્તાનમાં 9 લોકોના કરૂણ મોત, 180 ઘાયલ! અફઘાનિસ્તામાં 6.8ની તીવ્રતાનો ભૂંકપ
- ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 આ તારીખથી થશે શરુ : ગુજરાતમાં રમાશે ફાઇનલ
- સિકયોરિટી ચેક વિના એરપોર્ટમાં ઘુસવાનો કરણનો પ્રયાસ, સુરક્ષા જવાનો એ પરત આવવાની ફરજ પાડી
- રાજકોટ પોલીસે બે અલગ અલગ વિસ્તારોમાં જુગાર અને ક્રિકેટના સટ્ટા રમતા લોકો પર દરોડા પાડીને મુદ્દામાલ સાથે મહિલાઓનો ઝડપી