જુઓ આ વીડિયોમાં પાકિસ્તાનને પાઠ ભણાવવા ભારત પાસે કયા-કયા વિકલ્પ છે ?

જમ્મુ-કાશ્મીરની ધરતીને રકતરંજીત કરનારા પાકિસ્તાન સામે ભારત સરકાર કડક કાર્યવાહીનું આશ્વાસન આપી રહી છે. અને સાથે જ કહી રહી છે કે સેનાને કાર્યવાહી કરવા માટે ખુલી છૂટ અપાઇ છે. ત્યારે આવો જાણીએ કે પાકિસ્તાનને તેની ભૂલનો અહેસાસ કરાવવા માટે ભારતીય સેના કયા પ્રકારના સંભવિત આકરા પગલા લઇ શકે છે.

ભારતવાસીઓ ઇચ્છે છે કે પાકિસ્તાનને પોતાનું વલણ બદલવા માટે મજબૂર કરવા માટે સરકાર કોઇ મોટી સૈન્ય કાર્યવાહી કરે. એક રિપોર્ટ મુજબ ભારતીય સેના પાસે એવા કેટલાક વિકલ્પો છે કે જેનો ઉપયોગ કરીને ભારતીય સેના જોખમથી દૂર રહી શકે છે. જેમાં મિસાઇલ હુમલો. હવાઇ હુમલો અને સરહદ પાર પાકિસ્તાની આતંકી અડ્ડાઓ પર હુમલા કરવાના વિકલ્પ સામેલ છે.

વિકલ્પ નં-1

ચોક્કસ ઠેકાણાઓ પર હવાઇ હુમલા ભારતીય સેના માટે વ્યવહારૂ અને પ્રભાવી વિકલ્પ છે. ભારતીય વાયુસેના પાસે સુખોઇ-30 એમકેઆઇ, મિરાજ-2000, જગુઆર જેવા યુદ્ધ વિમાનો છે, કે જે સ્માર્ટ ગ્લાઇડર બોમ્બથી સજ્જ છે. આ યુદ્ધ વિમાનોનો ઉપયોગ એલઓસી નજીક બનેલા આતંકવાદી કેમ્પ અને લોન્ચ પેડને ખતમ કરવા માટે કરી શકાય છે.

વિકલ્પ નં-2

પાકિસ્તાની સેનાની ચોકીઓ, આતંકવાદી કેમ્પ અને લોન્ચપેડ્સને નિશાન બનાવવા માટે ભારતીય સેના પાસે સ્મર્ચ મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમ પણ ઉપલબ્ધ છે. જે 90 કિલોમીટરના અંતર સુધી પ્રહાર કરી શકે છે. આ ઉપરાંત ભારત બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનો ઉપયોગ પણ કરી શકે છે.

વિકલ્પ નં-3

જે રીતે ઉરીમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ અપાયો હતો તે પ્રકારે પાકિસ્તાનમાં ધમધમી રહેલા આતંકના અડ્ડાઓને સંપૂર્ણપણે ખતમ કરી શક્યા છે. આ ઉપરાંત ભારતીય સેના જે રીતે ઓસામા બિન લાદેન સામે અમેરિકાએ ઓપરેશન ચલાવ્યું હતુ તે રીતે લશ્કરે તોઇબાના આતંકી હાફિઝ સઇદ, જૈશ-એ-મોહમ્મદના આતંકી મસૂદ અઝહર સામે પણ ઓપરેશન ચલાવી શકે છે.

વિકલ્પ નં-4

પોતાની ધરતીની સુરક્ષા માટે તેમજ પાકિસ્તાન ઉપર ભીંસ વધારવા માટે સરહદ પર મોટી સંખ્યામાં ભારતીય સેના, ટેંક, તોપ અને અન્ય હથિયારોની તૈનાતી પણ એક વિકલ્પ છે. જેના દ્વારા ઘૂસણખોરી પર લગામ લગાવી શકાય છે. ઉપરાંત પાકિસ્તાનને પણ ડરાવી શકાય છે કે જો તે સખણું નહીં રહે તો ભારત મોટી કાર્યવાહી કરી શકે છે. સંસદ પર થયેલા હુમલા બાદ વાજપેયી સરકારના સમયમાં પણ સરહદ પર સેના ખડકી દેવામાં આવી હતી.

WATCH ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter