GSTV

શું છે ખાસ રામ મંદિર ભૂમિપૂજનની આમંત્રણ પત્રિકા, તમે પણ જોઈ લો….

આવતી કાલે 5 ઓગસ્ટના ઐતિહાસિક દિવસે અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવશે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનું ભૂમિપૂજન કરશે. જેના માટે મહેમાનોને આમંત્રણ પત્રિકા મોકલી દેવામાં આવી છે. ત્યારે આવો અમે તમને બતાવીએ કે કેવી છે આ ઐતિહાસિક કાર્યક્રમની આમંત્રણ પત્રિકા.

ભૂમિપૂજન અને કાર્યારંભ

આમંત્રણ પત્રિકામાં સૌથી પહેલા ટોચ પર રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો લોગો છે તેની નીચે લખ્યું છે ” આમંત્રણ. શ્રી રામ જન્મભૂમિ મંદિરનું ભૂમિપૂજન અને કાર્યારંભ” તિથિ: ભાદ્રપદ, કૃષ્ણપક્ષ, દ્વિતીયા, તારીખ: 05 ઓગસ્ટ, 2020, અપરાહ્ન 12:30 વાગે,

સ્થળ: શ્રીરામ જન્મભૂમિ, અયોધ્યા ધામ, રામ કોટ મહોલ્લો, અયોધ્યા.

નિમંત્રક તરીકે મહંત નૃત્ય ગોપાલ દાસ, અધ્યક્ષ અને સમસ્ત ન્યાસી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર

રામ મંદિર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન

શ્રીરામ જનભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ તરફથી મોકલવામાં આવેલ આ આમંત્રણ પત્રિકામાં લખ્યું છે, “શ્રી રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન અને કાર્યારંભ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના શુભ હસ્તે થશે. અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત હાજર રહેશે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ગરિમામયી ઉપસ્થિતિ.

રામ મંદિર

MUST READ:

Related posts

સુપ્રીમ કોર્ટે BS-IV ડીઝલ વાહનોના રજીસ્ટ્રેશન માટે આપી મંજૂરી, પણ તમને નહીં થાય કોઈ ફાયદો

Pravin Makwana

સંસદમાં ફોન પર ગંદી ફિલ્મો જોઈ રહ્યા હતા સાંસદ, પકડાઈ જતાં બનાવ્યુ અજીબોગરીબ બ્હાનું

Pravin Makwana

પૂર્વ મોડલનો સનસનાટી ભર્યો ખુલાસો: જ્યારે હું 24 વર્ષની હતી, ત્યારે ટ્રમ્પે મારી સાથે જાહેરમાં કરી હતી ગંદી હરકતો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!