GSTV
Home » News » Photos : ના હોય! અહીં મડદાની ભસ્મથી રમાય છે હોળી,350 વર્ષ જૂની છે પરંપરા

Photos : ના હોય! અહીં મડદાની ભસ્મથી રમાય છે હોળી,350 વર્ષ જૂની છે પરંપરા

આમ તો દેશ-દુનિયામાં હોળી ગુલાલ, રંગ અને પાણીથી રમાય છે પરંતુ ભારતમાં એક જગ્યા એવી છે જ્યાં લોકો મડદાની ભસ્મથી હોળી રમે છે અને એને પોતાનું સૌભાગ્ય માને છે. તમે બરાબર સમજ્યાં, બાબા વિશ્વનાથના નગર કાશીમાં આવી હોળી રમાય છે. કાશીના મહાસ્મશાનમાં બળતી ચિતાઓની વચ્ચે ચિતાની ભસ્મથી હોળી રમાય છે.

બનારસના મણિકર્ણિકા ઘાટપર ભગવાન શિવના ભક્તો એકબીજા પર ચિતાની રાખ ફેકીને હોળી ઉજવે છે. માન્યતા છે કે માતા પાર્વતી પરત ફર્યા ત્યારે ભગવાન શિવ ચિતાની ભસ્મથીહોળી રમ્યા હતા. એ વખતથી શિવ ભક્તો આ પ્રકારે હોળી રમે છે.

હકીકતમાં, ફાગણની એકાદશીએ અંહી બાબા વિશ્વનાથની પાલકી નિકળે છે અને લોકો તેની સાથે રંગોનો તહેવાર મનાવે છે. એવી માન્યતા છે કે બાબા તે દિવસે પાર્વતીનું કરિયાવર કરાવીને દરબારમાં પાછા આવે છે.

બીજા દિવસે શંકર પોતાના આધેડ રૂપમાં સ્મશાન ઘાટ પર સળગતી ચિતાઓની વચ્ચે ચિતા-ભસ્મની હોળી રમે છે. ડમરુંનો અવાજ અને હર હર મહાદેવ, પાન અને ભાંગની સાછે એક બીજાને મણિકર્ણિકા ઘાટનું ભસ્મ લગાવે છે. તેવું પણ માનવામાં આવે છે કે ભગવાન ભોળાનાથનો તારકનો મંત્ર બધાની મનોકામનાઓ પૂરી કરે છે.

કાશીમાં ભગવાન મહાદેવ પોતાના પરિવારની સાથે તો નિવાસ કરે છે પરંતુ દરેક ઉત્સવમાં અંહીનાં લોકોની સાથે તહેવારોની ઉજવણી કરે છે. ખાસ કરીને તેમના દ્વારા ફાગણમાં ભક્તોની સાથે રમવામાં આવતી હોળીની પંરપરા આજે પણ જીંવત છે સાથે લોકો દ્વારા ડમરુંનો અવાજ અને હર હર મહાદેવના નારાની વચ્ચે એક બીજાને ભસ્મ લગાવાની પંરપરા છે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર, કાશીનાં મણિકર્ણિકા ઘાટ પર શિવએ મોક્ષ પ્રદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કાશી દુનિયાની એક માત્ર એવી નગરી છે જ્યાં મનુષ્યનાં મૃત્યુને પણ શુભ માનવામાં આવે છે.

એવી પણ માન્યતા છે કે રંગભરી એકાદશીના દિવસે માતા પાર્વતીના કરિયાવર પછી ભગવાન શિવ ભક્તોની સાથે હોળી રમે છે. એટલાં માટે આગલા દિવસે બાબા મણિકર્ણિકા તીર્થ પર સ્નાન કરવા આવે છે અને પોતાના ભક્તો સાથે ભસ્મથી હોળી રમે છે

ભસ્મ હોળીની શરૂઆત સ્મશાન ઘાટના દેવતા મહાશમશાનાથની પ્રાર્થના કરીને થાય છે અને ઢોલ-નગારા સાથે સ્મશાનઘાટની ભસ્મથી લોકો હોળી રમે છે. જેને જોવા અને માણવા દેશ-વિદેશથી લોકો કાશી આવે છે.

એવી માન્યતા છે કે આ હોળી રમવાથી ભગવાન શિવની કૃપા થાય છે અને માણસને જન્મ જન્માંતરોના પાપથી મુક્તિ મળે છે તેમજ તેની ભૌતિક અને આધ્યાત્મિક મનોકામના પૂરી થાય છે.

Read Also

Related posts

પ્રિયંકા ચોપરાના યુનિક બોક્સ બેગની કિંમત એટલી છે કે જેમાં આપણે આખી જિંદગી ઢગલો બોક્સ બેગ લાવી શકીએ…

Dharika Jansari

રાજકોટમાં ઈતરડીઓના ત્રાસથી શહેરીજનો તોબા પોકારી ગયા, એસિડથી કરી રહ્યા છે નાસ

Mayur

વિરાટ કોહલીએ પંતના કહેવા પર લઇ લીધો આટલો મોટો નિર્ણય, આવ્યો મોઢુ છુપાવવાનો વારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!