બોલિવૂડમાં શાહરૂખ ખાન અને સલમાન ખાન જેવા કેટલાક એવા નામ છે જેમને નિર્માતાઓ સફળતાની ગેરંટી માની રહ્યા છે. જો કે બોલિવૂડ અને બોક્સ ઓફિસના સુપરસ્ટાર બની ચૂકેલા આ કલાકારોએ મોટી સંખ્યામાં ફ્લોપ ફિલ્મો પણ આપી છે. ચાલો બોલીવુડના કેટલાક લોકપ્રિય સ્ટાર્સની ફ્લોપ ફિલ્મોની સંખ્યા પર એક નજર કરીએ.
ફિલ્મ સૌગંધથી બોલિવૂડ કરિયરની શરૂઆત કરનાર અક્ષય કુમારે રામસેતુ સુધી લગભગ 60 ફ્લોપ ફિલ્મ આપી છે.

અજય દેવગણે પોતાના કરિયરની શરૂઆત ફૂલ ઔર કાંટે જેવી સુપરહિટ ફિલ્મોથી કરી હતી. ત્યારથી લઈને દ્રશ્યમ 2 સુધી અજયની 50 ફિલ્મો ફ્લોપ થઈ છે.

સલમાન ખાન કેટલો મોટો સ્ટાર છે તે કહેવાની જરૂર નથી. સફળતાની ગેરંટી ગણાતા સલમાને તેની કારકિર્દીમાં અત્યાર સુધી 34 ફ્લોપ ફિલ્મો આપી છે.

દિવાનાથી ઝીરો સુધી શાહરૂખ ખાને તેની કારકિર્દીમાં 24 ફ્લોપ ફિલ્મ આપી છે.

કરીના કપૂરની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા હતી. આ ફિલ્મ ફ્લોપ રહી હતી. આ ફિલ્મ સહિત કરીનાએ કુલ 21 ફ્લોપ ફિલ્મ આપી છે.

કંગના રનૌતે ગેંગસ્ટરથી ધાકડ સુધી કુલ 36 ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાંથી કંગના રનૌતની 21 ફિલ્મો ફ્લોપ સાબિત થઈ છે.

READ ALSO
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે
- આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય
- હત્યાનો ચોંકાવનારો કેસ / પત્નીએ પ્રેમી સાથે મળી પતિને જીવતો સળગાવી દીધો