GSTV
Home » News » ઍશિયન ગેમ્સના મેડલિસ્ટની હાલત જુઓ, સ્વદેશ આવતા જ ચાની કિટલીએ લાગ્યો

ઍશિયન ગેમ્સના મેડલિસ્ટની હાલત જુઓ, સ્વદેશ આવતા જ ચાની કિટલીએ લાગ્યો

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં રમાયોલા એશિયન ગેમ્સમાં ભારતે અતેયાર સુધીનું સૌથી સારું પ્રદર્શન કરતા 69 મેડલ જીત્યા. એમાંથી અમુક ખીલાડીઓને જ્યાં ઈનામમાં કરોડોની ધનરાશિ આપવાનું વચન આપવામાં આવ્યું જેનાથી તે પોતાનું સપનું પુરુ કરી શકે.

ત્યાં જ અમુક લોકોને પોતાના જુના વ્યવસાય પર પાછું જવાનો વારો આવ્યો છે. આવી જ કંઈક હાલત ભારતને કાંસ્ય પદક અપાવનારા હરીશ કુમારની છે.

હરીશ કુમાર એશિયન ગેમ્સમાં સેપક ટકરામાં કાસ્ય પદક જીતવા વાળી ટીમના સદસ્ય હતા. હરીશ દિલ્હીમાં મજનુ કા ટીલામાં પોતાના પિતાની દુકાન પર ચા બનાવે છે. ઈન્ડોનેશિયાથી પાછા આવ્યા બાદ હરીશ પોતાના કામ પર પરત ફરી ગયા છે અને પોતાના પિતાને કામમાં મદદ કરે છે. તેમના ઘરની કમાણી આ ચાની દુકાનથી જ થાય છે.

હરીશ કુમારે જણાવ્યા આનુસાર તેમનો પરિવાર મોટો છે અને આવકનો સ્ત્રોત ઓછો છે. હરીશે જણાવ્યું કે હું ચાની દુકાન પર પિતાને કામમાં મદદ કરું છું અને સાથે જ 2થી 6ની વચ્ચે ચાર કલાક ખેલનો અભ્યાસ કરું છું. તેમણે વધુમાં જણાવ્યું કે પરિવારના સારા ભવિષ્ય માટે કોઈ સારી નોકરી કરવા માંગુ છું.

હરીશની માતા એ જણાવ્યું કે અમે ખુબ સંઘર્ષ કરીને હરીશને મોટો કર્યો છે. તેના પિતા એક રિક્ષા ડ્રાઈવર છે અને સાથે જ આમારી એક ચાની દુકાન છે. જેમાં પિતાની સાથે પુત્ર પણ કામ કરે છે. હું મારા પુત્રની સફળતામાં સહયોગ માટે સરકાર અને કોચ હેમરાજને ધન્યવાદ આપવા માંગુ છું.

હરીશે જણાવ્યું કે 2011ની વાત છે જ્યારે તેમણે પહેલી વખત કોચની સાથે આ રમત રમી હતી. મારા કેચ હેમરાજ જ મને આ ખેલમાં લઈને આવ્યા.

હરીશે વધુમાં જણાવ્યું કે અને ટાયર સાથે રમતા હતા અને ત્યારે જ મારા કોચ હેમરાજે મને જોયો અને મને સ્પોર્ટ્સ અથોરિટી ઓફ ઈન્ડિયામાં લઈ ગયા. ત્યાંર બાદ માને માસિક ફંડ અને કિટ મળવાનું શરૂ થયું. હું દરરોજ અભ્યાસ કરું છું અને દેશ માટે વધુ પુરસ્કાર લાવવા માટે તેને સતત ચાલું રાખીશ.

 

Related posts

નિવૃત્તિ બાદ પણ કમાણીના મામલે ‘માસ્ટર બ્લાસ્ટર’ છે સચિન તેંડુલકર, આટલો મોટો છે સંપત્તિનો આંકડો

Bansari

Birthday Special: આજ સુધી કોઇ તોડી નથી શક્યું સચિન તેંડુલકરના આ રેકોર્ડઝ, આ કારણે કહેવાય છે ‘ક્રિકેટના ભગવાન’

Bansari

Video:ધોનીની ચપળતા સામે કોઇ ટકી ન શકે, ફક્ત 0.20 સેકેન્ડમાં IPLના શ્રેષ્ઠ બેસ્ટમેનને પેવેલિયન ભેગો કરી દીધો

Bansari