GSTV

કોંગ્રેસનો પોતાનો એક્ઝિટપોલ, UPAને મળશે 195થી વધારે બેઠકો

Shashi Tharoor leader

Last Updated on May 23, 2019 by Mayur

એક્ઝિટપોલના અનુમાનને લઈને ભાજપમાં જીતની ખુશી ફરી વળી તો વળી વિપક્ષ તેને નકારી રહ્યું છે. આ બધા વચ્ચે કોંગ્રેસનો પોતાનો એક્ઝિટપોલ સામે આવ્યો છે. તે મુજબ ભાજપ 200 બેઠકની અંદર રહેશે અને એનડીએ 230 જેટલી બેઠકો પ્રાપ્ત કરી શકે એમ છે, જ્યારે કોંગ્રેસ 140 બેઠકો પર પોતાનો ઝંડો લહેરાવી શકે છે અને કોંગ્રેસના સુત્રો મુજબ પાર્ટીના સર્વેમાં યૂપીએ 195થી વધારે બેઠકો પ્રાપ્ત કરી શકે છે.

પાર્ટીના આ આંતરીક સર્વે મુજબ કોંગ્રેસને વિશ્વાસ છે કે, યૂપીએ તમિલનાડુ, કેરલ અને પંજાબમાં સારુ પ્રદર્શન કરશે. કોંગ્રેસ બિહાર, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઝારખંડ અને હરીયાણામાં પણ સારું પ્રદર્શન કરશે. કોંગ્રેસનું માનવું છે કે, યૂપીએ બિહારમાં 15, મહારાષ્ટ્રમાં 22-24, તમિલનાડુમાં 34, કેરલમાં 15, ગુજરાતમાં 7, કર્ણાટકમાં 11-13, પશ્ચિમ બંગાળમાં 2, મધ્ય પ્રદેશમાં 8-10, હરિયાણામાં 5-6, રાજસ્થાનમાં 6-7 બેઠક જીતશે.

ઉપરાંત યૂપીએ ઉત્તર પ્રદેશમાં 5, દિલ્લીમાં 2, પંજાબમાં 9, ચંદીગઢની બેઠક, છત્તીસગઢમાં 9, ઓડિશામાં 2, તેલંગણામાં 2, જમ્મુ અને કાશ્મીરમાં 2, હિમાચલ પ્રદેશમાં 1, ગોવામાં 1, ઝારખંડમાં 2, પૂર્વોત્તરના રાજ્યોમાં 9-10, આસામમા 6, અરૂણાચલ પ્રદેશમાં 1, મેઘાલયમાં 2, અને નાગાલેન્ડમાં 1 બેઠક પર જીત મેળવશે.

READ ALSO

Related posts

Tokyo Olympics 2020 : ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત ઓલિમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ

Vishvesh Dave

તમારા સૌભાગ્ય અને વિદ્યાને છીનવી લે છે તમારી આ આદતો, ગરૂડ પુરાણમાં બતાવી છે આ મહત્ત્વની વાત

Harshad Patel

ફટકો / બોક્સર સતીશ કુમારને આવ્યા 7 ટાંકા, મેડલ જીતવા માટે હોટ ફેવરિટ ખેલાડી: કાલે રિંગમાં ઉતરવા અંગે અનિશ્ચિતતા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!