બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચનના મુંબઈમાં આવેલા જલસા બંગલાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અમિતાભ બચ્ચનના બંગલાની આ સુરક્ષા મહારાષ્ટ્ર કોંગ્રેસના ચીફ નાના પટોલેએ આપેલા એક નિવેદન બાદ વધારવામાં આવી છે.
નાના પટોલેએ શનિવારના રોજ કહ્યુ હતુ કે, હું અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન વિરુદ્ધ નહીં પણ તેમના કામની વિરુદ્ધમાં બોલી રહ્યો છું. તેઓ અસલી હિરો નથી. જો હોત તો લોકોના દુખના સમયે તેમની સાથે ઉભા રહે.
નાના પટોલે કહ્યુ હતુ કે, જ્યારે પણ તેમની ફિલ્મો રિલીઝ થશે, ત્યારે તેઓ જ્યાં પણ દેખાશે તેમને કાળા ઝંડા બતાવામાં આવશે. અમે લોકતાંત્રિક રીતે તેનુ પાલન કરીશું. અમે ગોડસેવાળા નથી, પણ ગાંધીવાળા છીએ. આપને જણાવી દઈએ કે, નાના પટોલેનો આ વિરોધ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોને લઈને છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર જેવા કલાકારોએ મનમોહન સિંહના નેતૃત્વવાળી સરકાર દરમિયાન પોતાના ટ્વિટના માધ્યમથી ઈંધણના ભાવ વધારાની ટિકા કરી હતી. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખે સવાલ કર્યો હતો કે, હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને છે, તેમ છતાં આ કલાકારો કેમ ચૂપ છે.
READ ALSO
- ધબડકો/ ઈંગ્લેન્ડની 68 રનમાં 7 વિકેટ પડી : અશ્વિને 400 વિકેટ ઝડપી, 150 રન પણ ચેઝ કરવા ભારે પડશે
- Viral Video: આ છોકરીના યોગા જોઈને મોટા મોટા યોગગુરૂ પણ થઈ ગયા અભિભૂત, એક વખત જરૂર જુઓ આ વીડિયો
- ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ : કુંવારી આપને છોડા નહીં, શ્રીમતી કિસીને બનાયા નહીં, આલિયા ભટ્ટનો દમદાર અવતાર
- કોરોના કાળમાં ટુરિઝમ ઉદ્યોગને મોટો ફટકો પડતા રાજ્યના આ 3 શહેરોમાં ટુરિઝમ લીડર કલબ દ્વારા મોટું આયોજન
- ખુશ ના થશો/ નીરવ મોદી પાસે હજુ પણ છે આ 3 વિકલ્પો, 28 દિવસમાં ના આવ્યો તો વર્ષો લાગશે ભારતને બ્રિટનથી અહીં લાવતાં