GSTV
Home » News » સૌથી ખતરનાક ગણાય છે ભારત-પાકિસ્તાન વચ્ચેની બોર્ડર, સુરક્ષા માટે કરાઇ આ ખાસ વ્યવસ્થા

સૌથી ખતરનાક ગણાય છે ભારત-પાકિસ્તાન વચ્ચેની બોર્ડર, સુરક્ષા માટે કરાઇ આ ખાસ વ્યવસ્થા

ભારત-પાકિસ્તાન વચ્ચે જે સીમા રેખા ચે તેને દુનિયાની સૌથી ખતરનાક અને સંવેદનશીલ બોર્ડર માનવામાં આવે છે. પુલવામા હુમલા બાદ બંને દેશો વચ્ચે વધતા તણાવના કારણે આ બોર્ડર પર નજર રાખવી વધુ મહત્વની બની જાય છે.

જો કે ભારત એલર્ટ છે. સેના, વાયુસેના હવે નજર રાખીને બેઠું છે. તેમ છતાં આપણા માટે તે જાણવું જરૂરી છે કે બંને દેશો વચ્ચે કેટલી મોટી બોર્ડર છે અને ભારતે સુરક્ષા માટે શું વ્યવસ્થા કરી છે.

બંને દેશો વચ્ચે ચાર રાજ્યો જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન તથા ગુજરાતમાં આશરે 3300 કિમી લાંબી સીમા છે. જેમાં ભારત નાઇટ વિઝન ડિવાઇસ, લાંબા અંતરની રેકી નિગરાની પ્રણાલી અને પેટ્રોલીંગથી પાકિસ્તાન પર નજર રાખે છે. આ ઉપરાંત સીમા પારથી થતી ઘુસણખોરી રોકવા માટે સતત બોર્ડર પર વાડ પણ લગાવવામાં આવી રહી છે. લાઇટ્સ લગાવવામાં આવી રહી છે જે સીમા પર રાત્રે પણ દિવસ જેવું અજવાળુ કરે છે.

લોસભામાં ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજિજુએ એક સવાલના જવાબમાં બોર્ડર સુરક્ષાની વ્યવસ્થા અંગે જાણકારી આપી છે. જવાબમાં આપેલા આંકડાઓ અનુસાર જમ્મુ-કાશ્મીરમાં 185.938 કિમીમાં વાડ લગાવવાનું કામ પુરુ કરવામાં આવ્યું છે, સાથે જ લાઇટિંગની વ્યવસ્થાનું કામ પણ પુરુ થઇ ચુક્યુ છે.

પંજાબ સાથે જોડાયેલી ભારત-પાકિસ્તાનની સરહદમાં 489.280 કિમીમાં વાડ લગાવવા અને 495.003 કિમીમાં લાઇટિંગની વ્યવસ્થાનું કામ પુરુ થઇ ચુક્યું છે. આ જ રીતે રાજસ્થાન સાથે જોડાયેલી ભારત-પાકની સીમામાં 1038.441 કિમીમાં વાડ લગાવવાનું કામ પુરુ થઇ ચુક્યું છ. સાથે જ 1003.731 કિમીમીં લાઇટીંગ કરવામાં આવી છે.

ગુજરાતમાં ભારત-પાક સીમાની કુલ લંબાઇ 508 કિમી છે જેમાં ફક્ત 340 કિમી ભૌતિક રૂપે વાડ નિર્માણ માટે વ્યાવહારિક છે. તેમાંથી 280 કિમી વાડનું કામ પુરુ થઇ ચુક્યું છે અને બાદીના 60 કિમીનું કામ માર્ચ 2020 સુધી પુરુ થઇ જાય તેવો ટાર્ગેટ છે. 168 કિમી સીમા જે વાડ માટે વ્યવહારિક નથી, તેના પર બીએસએફ દ્વારા પેટ્રોલિંગ, નાકાબંધી અને ટેક્નોલોજીથી નજર રાખવામાં આવી રહી છે.

Read Also

Related posts

આણંદપુર ગામની એક ઓરડી એવી છે જ્યાં કીડીઓની માફક વીંછીઓ રખડે છે

Mayur

દક્ષિણ ભારત બાદ હવે ઉતર ભારતમાં મેઘરાજાની ઈનિંગ શરૂ, ઉતરાખંડમાં આભ ફાટ્યું

Mayur

હરિયાણામાં કોંગ્રેસને હેરાન કરવા ભૂપેન્દ્ર સિંહ બનાવશે નવી પાર્ટી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!