GSTV

સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઇને અયોધ્યા છાવણીમાં ફેરવાયું, ગુપ્તચર એજન્સીઓ પણ એલર્ટ

સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઇને અયોધ્યાને છાવણીમાં બદલી નાંખવામાં આવ્યું છે. અયોધ્યા શહેરના દરેક મુખ્ય ચોકમાં પોલીસે બેરીકેડિંગ લગાવી છે. તેમજ અજાણ્યા અને શંકાસ્પદ વાહનોને પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે. કોર્ટના ચુકાદા પહેલા અયોધ્યામાં 500 લોકોની ધરપકડ કરી છે. જ્યારે કે 12 હજાર લોકો પર નજર રાખવામાં આવી રહી છે. અયોધ્યામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે રેપીડ એકશન ફોર્સના 4000 જવાનોની સાથે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ગુપ્તચર એજન્સીઓ પણ દરેક હરકત પર નજર રાખી રહી છે..અયોધ્યા જિલ્લાને રેડ, યેલો, ગ્રીન અને બ્લૂ એમ ચાર ઝોનમાં વહેંચી દેવાયો છે. જેમાં કુલ 48 સેક્ટર બનાવવામાં આવ્યા છે. જેમાં વિવાદિત પરિસર રેડ ઝોનમાં સામેલ છે. પોલીસ મુજબ સુરક્ષાની આ યોજના તે પ્રકારે બનાવાઇ છે કે એક આદેશ પર સમગ્ર અયોધ્યાને સીલ કરી શકાય. અયોધ્યામાં સુરક્ષાદળોની 47 કંપનીઓ તૈનાત છે. પોલીસે સોશિયલ મીડિયા પર દુષ્પ્રચાર કે અફવાને રોકવા માટે 1600 સ્થળોએ 16 હજાર વોલંટિયર તૈનાત કર્યા છે.

READ ALSO

Related posts

દિલ્હી: EDનું મોટું એક્શન, હવાલા કારોબારમાં સંડોવાયેલ 2 ચીની નાગરિકોની કરી ધરપકડ

Pritesh Mehta

કેવડિયા/ નવા રેલ્વે સ્ટેશનનું થશે લોકાર્પણ, સીએમ રૂપાણી સહિત રાજ્યપાલ છે ઉપસ્થિત

pratik shah

લેસ્બિયન અફેર : ભાડાના મકાનમાં સાથે રહેતા હતા એક છોકરો અને એક છોકરી, આ રીતે ખુલ્યું રહસ્યય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!