જમ્મુ અને કાશ્મીરના પુલવામાના પહુ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર થયા છે. ત્રણેય લશ્કર-એ-તૈયબાના આતંકવાદી હતા. કાશ્મીર પોલીસે જણાવ્યું કે ત્રણેય આતંકીઓને ઘેરાબંધી કરવામાં આવી હતી. જે બાદ અથડામણમાં તેમને ઠાર મારવામાં આવ્યા છે. ત્રણેય આતંકી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના પહુ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ત્યાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો અને જવાબી કાર્યવાહી સાથે અથડામણ શરૂ થઈ હતી.
આ પહેલા જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શનિવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા જૈશ-એ-મોહમ્મદ સંગઠનના બે પાકિસ્તાની આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી છે.
READ ALSO
- સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST
- BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત
- RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે
- ‘મોંઘવારીના ઘા પર મીઠું ભભરાવવુંֹ’ જેવી સ્થિતિ, હવે મીઠું પણ થશે મોઘું
- શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો