GSTV

હાઇ એલર્ટ / રામમંદિર પર આતંકી હુમલાની આશંકાને પગલે સુરક્ષાદળો સજ્જ, અયોધ્યાની સુરક્ષામાં વધારો

Ram Mandir

Last Updated on December 3, 2021 by Dhruv Brahmbhatt

ગુપ્તચર વિભાગે રામજન્મભૂમિ પર આતંકવાદી હુમલાની ચેતવણી આપી હતી. એ પછી અયોધ્યાની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો. છઠ્ઠી ડિસેમ્બરે વિવાદાસ્પદ ઢાંચો તોડી પાડવામાં આવ્યો હતો. એ દિવસે જ આતંકવાદીઓ હુમલો કરવાની ફિરાકમાં હોવાનું સામે આવ્યું હતું.

RAM-MANDIR

આતંકવાદીઓ રામજન્મભૂમિને નિશાન બનાવવાનું ષડયંત્ર ઘડી રહ્યાં છે

દુનિયાના સૌથી સંવેદનશીલ શહેરોમાં જેનો સમાવેશ થાય છે એ અયોધ્યામાં આતંકવાદી હુમલાની શક્યતા છે. ગુપ્તચર વિભાગના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો એ પ્રમાણે આતંકવાદીઓ રામમંંદિરને નિશાન બનાવવાનું ષડયંત્ર ઘડી રહ્યાં છે.

છઠ્ઠી ડિસેમ્બરે વિવાદાસ્પદ બાંધકામ તોડી પડાયું હતું. એ જ દિવસે રામજન્મભૂમિ પર હુમલો કરવાની આતંકવાદીઓ ફિરાક કરી રહ્યા છે. રામમંંદિર પર હુમલાની શક્યતા પછી સુરક્ષાદળોને એલર્ટ કરાયા હતાં. સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો અને એસએસપી શૈલેષ પાંડેની આગેવાનીમાં આખા અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થાની તપાસ થઈ હતી.

એક અજાણ્યા ફોન દ્વારા અયોધ્યાને બોમ્બથી ઉડાવી દેવાની મળી હતી ધમકી

એ પહેલાં એક અજાણ્યો ફોન આવ્યો હતો જેમાં અયોધ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. 112 નંબર ઉપર કોઈ અજાણ્યો ફોન આવ્યો હતો. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ બે દિવસ પહેલાં અયોધ્યાની મુલાકાતે હતા. ધમકી પછી હવે અયોધ્યા અને આખા જિલ્લાની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન કાશ્મીરમાં માર્યા ગયેલા બે આતંકવાદીઓ પુલવામા જેવા મોટા હુમલાની ફિરાકમાં હતા.

જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં ઠાર થયેલા ફુરકાન અને યાસીર ખતરનાક આતંકી હુમલો કરવાના હતા. પુલવામાની જેમ સુરક્ષાદળોને મોટી સંખ્યામાં નિશાન બનાવવા માટે મોટો વિસ્ફોટ થવાનો હતો. એ પહેલાં જ બંનેને ઠાર કરી દેવાયા હતા. બંનેએ મળીને 40 કિલો વિસ્ફોટક પદાર્થ એકઠો કરી લીધો હતો. આ વિસ્ફોટકોનો જથ્થો શોધવા માટેની કવાયત સુરક્ષાદળોએ હાથ ધરી હતી.

READ ALSO :

Related posts

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

EDના દરોડા પર CM ચન્નીનો મોટો આરોપ/ મને પણ ફસાવાની હતી કોશિશ, જતાં જતાં EDના અધિકારીઓએ કહ્યું હતું- પીએમ સુરક્ષા ચૂક યાદ રાખજો

Pravin Makwana

વેપાર ઘટ્યો, મુશ્કેલીઓ વધી / સોના-ચાંદીના ધંધામાં લાગ્યો કોરોનારૂપી કાટ, લગ્નસરાની સિઝન હોવા છતા મંદીનો માહોલ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!