જમ્મુ કાશ્મીરના હંદવાડામાં સેના અને આતંકવાદી વચ્ચે થયેલી અથડામણમાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો. હંદવાડાના ક્રાલગુંડ ગામમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતાની સાથે પોલીસ અને સેનાએ અહીં ઓપરેશન 60 શરૂ કર્યુ. આતંકવાદીઓ સાથેની અથડામણના પગલે અહીં ઈન્ટરનેટ સેવાને બંધ કરી દેવામાં આવી. ત્યારે અહીં છુપાયેલા આતંકવાદીઓને ઠાર કરવા સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો છે.

હંદવાડાના લંગેટ વિસ્તારમાં 32 રાષ્ટ્રીય રાઇફલસની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યો બાદમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી.જે દરમ્યાન એક આતંકવાદીને સેનાએ મોતને ઘાટ ઉતાર્યો. હુમલા અંગેની જાણકારી મળતાની સાથે સીઆરપીએફ અને એસઓજીની ટીમ ઘટના સસ્થળે પહોંચી હતી.
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ
મહત્વપૂર્ણ છે કે, આ પહેલા હંદવાડામાં 60 કલાક સુધી ઓપરેશન ચાલ્યુ હતુ જેમા સેનાએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જ્યારે પાંચ જવાન અથડામણમાં શહીદ થયા હતા. અને એક નાગરિકનું મોત પણ થયું હતું.