GSTV
India News Trending

પુલવામામાં સુરક્ષાબળોને મળી મોટી સફળતા, ટૉપ જૈશ કમાન્ડરનો સફાયો

જમ્મુ કાશ્મીરમાં સિક્યોરિટી ફોર્સને મોટી સફળતા મળી છે. સિક્યોરિટી ફોર્સે પુલવામાં થયેલી અથડામણમાં આતંકી મૌલાના મસૂદ અઝહરના સંબંધી સહિત ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોએ આતંકીઓ પાસેથે મોટા પ્રમાણમાં ગોળા-બારૂદ મળી આવ્યાં છે. નોંધનિય છે કે માર્યા ગયેલા ત્રણેય પાકિસ્તાની આતંકીઓમાંથી ફૌઝી ભાઈ ઉર્ફે મસૂદ અઝહરના સંબંધી અને આઈઈડી વિશેષજ્ઞ હતા.

સિક્યોરિટી ફોર્સ માટે મોટી સફળતા

14 ફેબ્રુઆરી, 2019ના રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર જે કારે હુમલો કર્યો હતો તેમાં આઈઈડી ઈસ્માઈલે જ ફિટ કર્યા હતા. આ હુમલામાં સીઆરપીએફનના 40 જવાન શહીદ થઈ ગયા હતા. ત્યારે ઈસ્માઈલ મરાયો તે સિક્યોરિટી ફોર્સ માટે મોટી સફળતા છે. બુધવારે સવારે થયેલી અથડામણમાં પુલવામાં જિલ્લાના કંગન વિસ્તારમાં સિક્યોરિટી ફોર્સે ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સિક્યોરિટી ફોર્સે આતંકીઓની હાજરીની સુચના મળ્યા બાદ બુધવારે સવારે પુલવામાના કંગન વિસ્તારમાં ઘેરાબંધી કરી હતી. જ્યાં તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ત્યારે આ સર્ચ ઓપરેશન ત્યારે અથડામણમાં ફેરવાય ગઈ જ્યારે આતંકીઓએ સિક્યોરિટી ફોર્સ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જે  બાદ સુરક્ષાદળના જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.

પુલવામામાં છેલ્લા 24 કલાકમાં બીજી અથડામણ

પુલવામામાં છેલ્લા 24 કલાકમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે આ બીજી અથડામણ હતી. આ પહેલા મંગળવારે પુલવામાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સોમવારે નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતા ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ 28 મેથી જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ગુપ્તચર એજન્સીએ ચેતવણી આપી હતી કે પાકિસ્તાનથી આતંકીઓની ઘૂસણખોરી થઈ શકે છે.

READ ALSO

Related posts

સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST

GSTV Web Desk

BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત

Hardik Hingu

RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે

Hardik Hingu
GSTV