GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં આજે થઈ ભારે ચૂક, સુરક્ષાચક્ર તોડી એક ગાડી સીધી ઘરમાં ઘૂસી ગઈ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. દાવો છેકે, કારમાં સવાર પાંચ લોકો ફોટા પડાવવા માટે પ્રિયંકા ગાંધીનાં ઘરનાં પરિસરમાં આવી ગયા હતા. ગાંધી પરિવાર પાસેથી એસપીજી સુરક્ષા પરત ખેંચ્યા બાદ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં ચૂક થઇ હોવાનું સામે આવતા રાજકીય હલચલ મચી ગઇ છે.

પ્રિયંકા ગાંધીનું સુરક્ષાચક્ર તોડી એક ગાડી તેમના ઘરમાં ઘુસી ગઇ. આ ગાડીમાં ત્રણ મહિલા અને ત્રણ પુરૂષ તેમજ એક બાળક સવાર હતા.  જ્યારે તેઓ ગાડીમાંથી ઉતર્યા તો પ્રિયંકા ગાંધી તેમને મળ્યા અને પૂછ્યું કે તેઓ ક્યાંથી આવ્યા. તેના જવાબમાં તેઓએ જણાવ્યું કે તેઓ પ્રિયંકા ગાંધીના ફેન છે અને તેમને મળવા આવ્યા છે. જે સમયે આ ગાડી ઘરમાં ઘુસી તે સમયે પ્રિયંકા ગાંધી એક મહત્વની બેઠક યોજી રહ્યા હતા.

ઘટના બાદ પ્રિયંકા ગાંધીની ઓફિસે સીઆરપીએફના આઇજીને એક પત્ર લખી સુરક્ષામાં ખામી હોવાનું જણાવ્યું છે. જે બાદ સીઆરપીએફ અને દિલ્હી પોલીસે પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં ચૂકનું ઠીકરું એકબીજા પર ફોડ્યું. સીઆરપીએફે તેમની દલીલમાં કહ્યું કે આ જવાબદારી દિલ્હી પોલીસની છે.  તો દિલ્હી પોલિસનું કહેવું છે કે તેમને કોઇએ ગેટ ખોલવાનું ગ્રીન સિગ્નલ આપ્યું હતું જે બાદ તેમણે દરવાજો ખોલ્યો હતો.

READ ALSO

Related posts

હવાથી ફેલાય છે Corona? દરેક પ્રશ્નોના આ રહ્યા જવાબ, વાંચી લો ક્યાંક ન આવે પસ્તાવવાનો વારો

Arohi

ચીન વિરુદ્ધ અમેરિકાનું કડક વલણ, ટૂંક સમયમાં લાવી શકે છે નવા પ્રતિબંધો

pratik shah

સાવધાન: માસ્કમાં પણ ચાર દિવસ સુધી રહે શકે છે કોરોના, જાણો બીજી કઈ વસ્તુઓ પર છે શંકા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!