GSTV
Home » News » પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં છીંડા, અજાણ્યા શખ્સો ઘરમાં ઘુસી ગયા

પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં છીંડા, અજાણ્યા શખ્સો ઘરમાં ઘુસી ગયા

કેન્દ્રની મોદી સરકારે રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધીને મળેલી એસપીજી સુરક્ષાને હટાવી લેવામાં આવી છે. અને તેના બદલામાં સીઆરપીએફની ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે.

કોંગ્રેસે માંગણી કરી છે કે ગાંધી પરિવારને એસપીજી સુરક્ષા જ આપવામાં આવે. આ માગણી અને વિવાદ વચ્ચે હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં ચુક સામે આવી છે. કેટલાક અજાણ્યા શખ્સો પ્રિયંકાના ઘરમાં ઘુસી ગયા હોવાનો મામલો સામે આવ્યો છે.

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના દિલ્હીના લોધી એસ્ટેટ સિૃથત નિવાસ સૃથાને સુરક્ષા કવચ તોડવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર એક સપ્તાહ પહેલા કેટલાક અજાણ્યા લોકો પ્રિયંકા ગાંધીના ઘરમાં ઘુસી ગયા હતા અને તેની સાથે સેલ્ફી લેવાની વિનંતી કરવા લાગ્યા હતા.

બીજી તરફ ગૃહ મંત્રાલયે આ સમગ્ર મામલાની નોંધ લીધી છે અને ગૃહ રાજ્ય મંત્રીનું કહેવું છે કે આ સંદર્ભે પોતાના અિધકારીઓની સાથે વાતચીત કરવામાં આવશે. આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા હટાવી લેવામાં આવી છે અને તેનો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે, એવી માગણી કોંગ્રેસે કરી હતી કે ગાંધી પરિવારના જીવને જોખમ છે. આ વિવાદ વચ્ચે જ જે નવી સુરક્ષા ફાળવવામાં આવી તેમાં છીંડા સામે આવ્યા છે જેને પગલે મામલો વધુ વિવાદ પકડી શકે છે.

પ્રિયંકાની સુરક્ષા અંગે જ્યારે પત્રકારોએ ગૃહ રાજ્ય મંત્રી રેડ્ડીને પૂછ્યું તો તેમણે જણાવ્યું હતું કે મને આ અંગે વિસ્તૃત જાણકારી નથી. હું લોકસભાથી આવી રહ્યો છું અને આ અંગે વધુ માહિતી મેળવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામા આવશે.

રાજીવ ગાંધીની હત્યા કરી દેવામાં આવી તે બાદ તેમના પરિવારમાં સામેલ રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધીને એસપીજી સુરક્ષા આપવામાં આવી હતી, જેને અંતે મોદી સરકારે હટાવી લીધી છે.  પ્રિયંકા ગાંધી હાલ દિલ્હીમાં રહે છે, તેમની સાથે તેમના સંતાનો અને રોબર્ટ વાડ્રા પણ રહે છે. આ પરિસિૃથતિ વચ્ચે જ છીંડા સામે આવ્યા છે તેથી સંસદમાં પણ આ મામલો ઉઠી શકે છે.

Read Also

Related posts

ઉત્તર પ્રદેશમાં દુષ્કર્મની ઘટનાઓ વધતા સીએમ યોગી આદિત્યનાથે લીધો આ મોટો નિર્ણય

Nilesh Jethva

બળાત્કારીઓને 21 દિવસમાં મળશે મોતની સજા, આ સરકાર 48 કલાકમાં જ પસાર કરશે બિલ

Karan

આ મહિલા બની વર્તમાન સમયની સૌથી યુવા વડાપ્રધાન, માત્ર આટલી છે ઉમર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!