GSTV

મોબાઈલ ફોન ચોરાય, તૂટે કે ખોવાય જાય તો ચિંતા નહીં, વીમો લઈલો, પોલીસ ફરિયાદ કરો અને વળતર મેળવો

મોબાઈલ ચોરાય કે ખોવાઈ જાય એ હવે સામાન્ય છે. પોલીસ તેની ફરિયાદ પણ લેતી નથી. ફોન ભલે પાછો ન મળે પણ વીમો લેવાથી આર્થિક વળતર મળે છે. જીવન વીમો, આરોગ્ય વીમો, કાર વીમો જે રીતે મળે છે એ રીતે મોબાઈ વીમો મળે છે. તેનું નક્કી કરેલું પ્રિમિયમ લેવામાં આવે છે. ફોન ખોવાઈ ગયો હોય, ચોરાઈ ગયો હોય અથવા નુકસાન થયું હોય, તો વીમા કંપની ચૂકવે છે. ફોન ખરીદ્યાના પાંચ દિવસની અંદર વીમો લઈ શકાય છે. સામાન્ય રીતે એક વર્ષ માટે વીમો હોય છે. તેના કરતા વધુ વીમો લઈ શકાય છે.

મોબાઇલ વીમો આપતી ડઝનેક કંપનીઓ નેટ પર છે. મોબાઈલની કિંમત ઊંચી તેમ પ્રીમિયમ વધું હોય છે. ફોન રૂ.6 હજારથી 10 હજારની વચ્ચે છે, તો પ્રીમિયમ રૂ.600 થી 700ની વચ્ચે હોઈ શકે છે. વળતર માટેનો દાવો કરતી વખતે મહત્વપૂર્ણ દસ્તાવેજોમાં ફોનની રસીદ, ફોન સીરીયલ નંબર જરૂરી છે. દાવો ફાઇલ કરતી વખતે પોલીસમાં ફરિયાદ દાખલ કરી તેની એક નકલ વીમા કંપનીને આપવી પડે છે. 48 કલાકમાં ફોન રીપેર થાય છે કાંતો બદલી આપે છે.

READ ALSO

Related posts

VIVO માર્કેટનો સૌથી પાતળો 5G PHONE લોન્ચ કરવાની તૈયારીમાં, ભારતમાં હશે તેની આ કિંમત

Karan

હવે યૂઝર્સ ફોનકોલ્સનું કારણ પણ જાણી શકશે, Google કરી રહી છે આ મોટી તૈયારી

Ankita Trada

Samsung લોન્ચ કરશે એકદમ સસ્તો ફોલ્ડેબલ સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!