WhatsApp હવે આપણી જિંદગીનો મુખ્ય ભાગ બની ચૂક્યો છે. મિત્રોથી લઈને પોતાના સંબંધી અને ઓફિસ સુધીના બધા કમ્યૂનિકેશંસ હવે WhatsApp થકી હોય છે. એવામાં તમારે દરેક ચેટ બીજાથી પ્રાઈવેટ રાખવુ ખૂબ જ જરૂરી થઈ જાય છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે, આવા ઉપાય જે WhatsAppની ચેટ્સને બીજાથી બચાવી શકે છે.
Two-factor authentication ને એક્ટિવ કરો
WhatsApp ની ચેટ્સને સુરક્ષિત કરવા માટે આ મુખ્ય રીત છે. તમે Two-factor authenticationને એક્ટિવ કરી શકો છો. તે માટે WhatsApp ખોલી જમણી તરફ આપેલ ત્રણ ડોટ્સને ક્લિક કરો. હવે સેટિંગમાં જાઓ. અહીંયા તમને Two-factor authentication નો ઓપ્શન દેખાશે, તેને સિલેક્ટ કરો. હવે તમારે તેને ઈનેબલ કરવાનું રહેશે. તેને સિલેક્ટ કરતા જ તમારે મોબાઈલ નંબર પર 6 આંકડાનો પિન મળશે. પિન નાખતા જ આ ફીચર એક્ટિવ થઈ જશે. તમે તેની સાથે જ પોતાનુ ઈમેલ પણ નાખી શકો છો. તમારો મોબાઈલ કોઈ બીજાના હાથ લાગી જવા પર પણ ડેટા ગાયબ હોવાની સંભાવના ખત્મ થઈ જાય છે.
એપમાં લગાવો ફિંગર પ્રિંટ લોક
પહેલા WhatsApp પર કોઈપણ સિક્યુરિટી ઓપ્શન હશે નહી. એ જ કારણ છે કે, કોઈપણ તમારો મોબાઈલ ખોલી ચેટ વાંચી શકે છે, પરંતુ હવે WhatsApp તેને લોક કરવાનો પણ ઓપ્શન આપવા લાગે છે. હવે તમે તમારી ફોનની સેંટિગ્સમાં જઈને પ્રાઈવેસમાં આ ઓપ્શનને પસંદ કરી શકે છે. તે સિવાય તમે WhatsApp માં પણ ફિંગર પ્રિંટ લોક લગાવી શકો છો. તમારે WhatsApp ની Setting માં જઈને Privacy ઓપ્શનમાં જઈને સૌથી નીચે Fingerprint Lock નો ઓપ્શન દેખાશે. તમે તેને ઈનેબલ કરી શકે છે. આ પ્રકારના લોકનો ફાયદો એ છે કે, તમે લોકોથી પોતાની પર્સનલ ચેટને બચાવી શકે છે.
એ પણ છે પ્રાઈવેસની એક રીત
જો તમે કોઈના મેસેજ વાંચ્યા બાદ તેને જાણ થવા દેવી નથી તો, તમે WhatsApp Read Receipts ના ઓપ્શનને ઓફ કરી શકો છો. WhatsApp ની Settings માં જઈને Account માં જાઓ. અહીંયા તમને Privacy ની અંદર Read Reciepts નો ઓપ્શન મળશે. તમે તેને ઓફ કરી દો. તેનાથી સામેવાળાને જાણ થશે નહી કે, તમારે તેનો વોટ્સપ મેસેજ વાંચ્યો કે નહી.
READ ALSO
- ભારત – આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20 મેચમાં વરસાદનું વિધ્ન, ટોસમાં વિલંબ
- Solar Highway / દેશના આ રાજ્યમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત
- India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ
- તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા
- છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ