GSTV

જલ્દી કરો આ સેક્ટરમાં આવી રહી છે નોકરીની વિપુલ તકો, કંપનીઓ કરી રહી છે તૈયારી

ભારતીય IT સેક્ટરની કંપનીઓ મોટા પાયે ભરતીની તૈયારી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ટોચની કંપનીઓ દેશમાં ઓછામાં ઓછી એક લાખ ભરતીઓ કરશે. ક્લાયન્ટ કંપનીઓની તરફથી પોતાનું મોટા ભાગનું કાર્ય ડિઝિટલ પ્લેટફોર્મ પર શિફ્ટ કરવાના કારણે IT સેક્ટરમાં નોકરીઓ વધી રહી છે. ક્લાયંટ કંપનીઓ ખર્ચ ઘટાડવા માટે આઉટસોર્સિંગ પર ભાર આપી રહી છે. આને કારણે હવે આઇટી કંપનીઓ વધુ ભરતી કરશે.

પ્લેટફોર્મ પર શિફ્ટ કરવાના કારણે IT સેક્ટરમાં નોકરીઓ વધી

પહેલા ક્વાર્ટરમાં ભરતી રોક્યા બાદ ઘરેલુ માર્કેટમાં આ કંપનીઓએ હવે ઝડપથી ભરતી કરવાનો નિર્ણય કર્યો છે, દેશની સૌથી મોટી આઇટી કંપની ટીસીએસ આ વર્ષે 40 હજાર નવી ભરતી કરી શકે છે. કંપનીએ ફ્રેશર અને લેટરલ ભરતી શરૂ કરી છે. ઇન્ફોસિસ 20 હજાર અને એચસીએલ 15 હજાર ભારતીઓ કરશે,કૉંગ્નિજેન્ટ પણ 15 ભારતીઓ કરવાની તૈયારી કરી રહી છે. કોવિડ-19 ને લીધે પેદા થયેલી આર્થિક સંકટની સ્થિતિને કારણે કેટલીક નાની આઇટી કંપનીઓએ નવા જોઈન કરનારના જોઈનીંગ લેટર અટકાવી દીધા હતા પરંતુ હવે તે ફરી ભરતી શરૂ કરી દેવામાં આવી છે.

કંપનીએ ફ્રેશર અને લેટરલ ભરતી શરૂ કરી

જેનસરે જણવ્યું કે તેમણે ગત મહિને પાંચ લોકેશન ફ્રેશર્સની ભરતી કરી છે. જોકે, ગત મહિને કંપનીઓમાં ભરતી નહિ કરવામાં આવી હતી એટલે એટેલ ઘણી ભારતીઓ થનાર છે. છેલ્લા કેટલાંક મહિનાઓ દરમ્યાન આઇટી કંપનીઓની રેવન્યુ ઘટ્યું છે. પરંતુ, હવે સ્થિતિ ધીરે ધીરે સામાન્ય થઇ રહી છે. કંપનીઓ વચ્ચે રેવન્યુને લઈને વિશ્વાસ વધ્યો છે. આઇટી કંપનીઓનું કહેવું છે કે ઈકોનોમીના દરેક સેક્ટરમાં કામ કરનાર કંપનીઓ ડિજિટલાઇઝેશન થઇ રહ્યું છે. તેમનું ઘણું કામ ડિજિટલ મોડ પર થઇ રહ્યું છે. એટલે કમાણીના ઘણા સંકેત મળી રહ્યા છે. કોવિડ-19એ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની સ્પીડ ઘણી વધારી દીધી છે. પહેલા બેન્કિંગ સેક્ટર ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના જે પ્રોજેક્ટ 12-13 મહિનામાં પુરા થતા હતા તે હવે 2-3 મહિનામાં પુરા થયા છે. આઇટી કંપનીઓના જણાવ્યા મુજબ મીડ અને સિનિયર લેવલ પર પણ મોટી સંખ્યામાં ભરતી થઇ રહી છે.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!