GSTV
Home » News » અયોધ્યા વિવાદને લઈને આજથી સુપ્રીમમાં અંતિમ તબક્કાની સુનાવણી, જિલ્લામાં કલમ 144 લાગુ

અયોધ્યા વિવાદને લઈને આજથી સુપ્રીમમાં અંતિમ તબક્કાની સુનાવણી, જિલ્લામાં કલમ 144 લાગુ

અયોધ્યા વિવાદને લઈને આજથી સુપ્રીમ કોર્ટમાં અંતિમ તબક્કાની સુનાવણી શરૂ થવાની છે. તો બીજીતરફ અયોધ્યામાં જિલ્લા તંત્રએ મહત્વનો નિર્ણય લેતા કલમ 144 લાગુ કરી છે. અયોધ્યા મામલે આવનારા સંભવિત ચુકાદાને લઈને મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ અયોધ્યામાં બોલાવવામાં આવી છે. જિલ્લા અધિકારી અનુજ ઝાએ અયોધ્યામાં કલમ 144 લાગુ કરી છે. જોકે અયોધ્યા3મા આવનારા દર્શનાર્થીઓ અને દિવાળી મહોત્સવ પર કલમ 144ની કોઈ અસર જોવા મળી નથી.

ઉલ્લેખનિય છે કે , સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ કહ્યુ હતુ કે અયોધ્યા મામલે સુનાવણી 17 ઓક્ટોબરે સંપન્ન થશે. અયોધ્યા વિવાદ પર સંભવિત ચુકાદાને લઈને 10 ડિસેમ્બર સુધઈ કલમ 144 લાગુ છે.

દિવાળીમાં ત્રણ દિવસ હળવો કરવામાં આવશે 144નો અમલ

જિલ્લા અધિકારીએ જણાવ્યા અનુસાર અયોધ્યા-ફૈઝાબાદ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી સંગઠિત, સામુહિક કાર્યક્રમો કે મેળાવડા પર રોક લગાવી દેવામાં આવી છે. જોકે, દિવાળીના તહેવારોના કારણે અને તે દરમિયાન અયોધ્યામાં તેનું વિશેષ મહત્વ હોવાના કારણે ત્રણ દિવસ માટે આ નિર્ણયનો અમલ હળવો કરવામાં આવી શકે છે.

17 ઓક્ટોમ્બરે પૂર્ણ થઈ શકે છે સુનવણી

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામ જન્મભૂમિ મામલે ચાલી રહેલી સુનવણી 17 ઓક્ટોબરે પૂર્ણ થઈ શકે છે. તેના આશરે એક મહિના પછી એટલે કે 17-18 નવેમ્બરે ચુકાદો આવી શકે છે. મામલાની સંવેદનશીલતા અને તહેવારોને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે.

Read Also

Related posts

રસ્તા પર ડાન્સ કરીને છોકરી લોકોને સમજાવી રહી છે ટ્રાફિક રુલ્સ, જુઓ Video

Dharika Jansari

કુલ્લૂમાં હનિમૂન માટે ગયેલ યુવાન પેરાગ્લાઇડિંગ દરમિયાન પટકાયો 250 ફૂટની ઊંચાઇથી, પછી થયું….

NIsha Patel

‘અમને NDAમાંથી બહાર કાઢનારા તમે કોણ?’ શિવસેનાના ભાજપ પર સણસણતા ચાબખા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!