આ પ્રખ્યાત અભિનેત્રીઓએ ખાસ અંગો પર બનાવ્યાં છે ટેટૂ, જુઓ તસ્વીરો

શરીર પર ટેટૂ બનાવવુ હંમેશાથી કૂલ અને ફેશનેબલ માનવામાં આવે છે. નાના પડદાથી જાણીતી બનેલી અભિનેત્રીઓ કોઈ પણ વાતમાં બૉલીવુડની અભિનેત્રીઓની પાછળ નથી. આજે અમે તમને ટીવી ઈન્ડસ્ટ્રીની એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઇ રહ્યાં છે, જેને ટેટૂ બનાવવાનો વધુ અભરખો છે. આજે અમે એવી સાત અભિનેત્રીઓના સ્ટાઇલિશ ટેટૂ બતાવવા જઇ રહ્યાં છે. તમે તેમના ટેટૂ જોયા બાદ ફિદા થઇ જશો.

ટીવી સીરિયલ ઉતરનની જાણીતી અભિનેત્રી અને વીડિયો આલ્બમમાં દેખાતી રશ્મિ દેસાઈએ પોતાના ડાબા પગ પર કમળના ફૂલનુ ટેટૂ બનાવ્યું છે.

કૉમેડી શો ‘FIR’માં ચંદ્રમુખી ચૌટાલાનું પાત્ર ભજવનારી અભિનેત્રી કવિતા કૌશિકે પોતાની પીઠ પર શિવજીનુ ટેટૂ બનાવ્યું છે, જ્યારે પોતાની કમર પર ભગવાન શ્રીકૃષ્ણનુ ટેટૂ બનાવ્યું છે.

ટીવી શો ‘બેપનાહ’માં જોયાનુ પાત્ર ભજવનારી ટીવી અભિનેત્રી જેનિફર વિન્ગેટ હંમેશા પોતાના લુક, અદાકારી અને અફેરને લઇને ચર્ચામાં રહી છે. સાથે જ તેનુ ટેટૂ પણ એટલી ચર્ચામાં રહ્યું છે. જો તમને લાગે છે કે તેમણે કોઈ પ્રેમી માટે આ ટેટૂ બનાવ્યું છે, તો અહીં જણાવવાનું કે જેનિફરે પોતાના શરીર પર હકુનામા ટાટા લખાવ્યું છે, જેનો અર્થ થાય છે કે બેફિકર. આ ટેટૂ જેનિફર પર ઘણુ જામે છે, કારણકે તેણી લાખ પરેશાનીઓ બાદ પણ બેફિકર રહે છે.

ટીવી શો યે હૈ મહોબ્બતેમાં શગુનનુ પાત્ર ભજવનારી અભિનેત્રી અનિતા હસનંદાનીએ પોતાના કાંડા પર અક્ષરનું ટેટૂ બનાવ્યુ છે. આ તેના પતિના નામનો પહેલો અક્ષર છે, કારણકે તેમના પતિનુ નામ રોહિત રેડ્ડી છે. અનિતા હાલમાં નાગિન શોમાં પોતાનો જાદુ વિખેરી રહી છે.

ટીવી સીરિયલ સાથ નિભાના સાથિયાથી પ્રખ્યાત થયેલી દેવોલીના ભટ્ટાચાર્ય પણ ઘણી સુંદર છે. સીરિયલમાં ગોપી વહુથી પ્રસિદ્ધ દેવોલીનાની કમર અને ગરદન પર એક ટેટૂ બનાવ્યું છે.

ટીવી સીરિયલ બાલિકા વધૂથી નાના પડદા પર ઓળખ બનાવનારી આનંદી ઉર્ફ અવિકા ગોરે ખભા, ગરદનની પાછળ, કાંડા અને પગ પર ચાર ટેટૂ બનાવ્યા છે. જે ખૂબ સુંદર છે.

નાના પડદાની જાણીતિ અભિનેત્રી અદા ખાન સૌથી સુંદર અભિનેત્રી છે. નાગિનનુ પાત્ર ભજવનારી અદા ખાને કાંડા પર મા નામનુ ટેટૂ ચિતરાવ્યું છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter