GSTV
Gujarat Government Advertisement

ધોની, રૈના અને વિરાટ કોહલી વિશે આ રસપ્રદ રહસ્ય છે જાણવા જેવું!

Last Updated on August 22, 2020 by Bansari

ભારતીય ક્રિકેટના બે દિગ્ગજો મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી એક સાથે ઘણી ઇન્ટરનેશનલ મેચ રમ્યા છે. ધોનીએ 2014માં અચાનક જ ટેસ્ટ કેપ્ટન તરીકે નિવૃત્તિ લીધી અને ત્યાર બાદ ટેસ્ટ મેચમાંથી ક્રિકેટર તરીકે પણ નિવૃત્તિ લઈ લીધી હતી. તાજેતરમાં તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી જ નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. આ સાથે તેના પરમ મિત્ર અને ચેન્નાઈ સુપર કિંગ્સના સાથી સુરેશ રૈનાએ પણ નિવૃત્તિ જાહેર કરી દીધી છે.

ધોનીની આગેવાનીમાં 30 ટેસ્ટ રમ્યો

હાલમાં વિરાટ કોહલી ભારતીય ટીમનો કેપ્ટન છે. તે ત્રણેય ફોર્મેટમાં ટીમની આગેવાની લઈ રહ્યો છે. જોકે, એક ખાસ વાત એ છે કે કોહલી કેપ્ટન બન્યો ત્યાર બાદ ટેસ્ટ મેચમાં ધોની ક્યારેય તેની આગેવાનીમાં રમ્યો નથી. નવાઈ લાગશે, પરંતુ વિરાટ કોહલી તેની ટેસ્ટ કરિયરમાં ધોનીની આગેવાનીમાં 30 ટેસ્ટ રમ્યો છે જ્યારે સેહવાગની કેપ્ટનશિપ હેઠળ એક ટેસ્ટ રમ્યો છે. એ સિવાય તે મોટાભાગે પોતાની કેપ્ટનશિપમાં જ રમ્યો છે પરંતુ ખુદ ધોની ક્યારેય કોહલીની કેપ્ટનશિપ હેઠળ રમ્યો નથી.

મેચમાં પણ રૈનાનું ખાસ યોગદાન

આવી જ રીતે સુરેશ રૈનાની વાત કરવામાં આવે તો રૈના તેની કરિયરમાં 18 ટેસ્ટ રમ્યો છે પરંતુ તેમાંથી માત્ર એક જ ટેસ્ટ કોહલીન કપ્તાનીમાં રમ્યો છે. આ મેચમાં પણ રૈનાનું ખાસ યોગદાન રહ્યું ન હતું. તે આ મેચના બંને દાવમાં ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. સુરેશ રૈના તેની કરિયરની 18 ટેસ્ટમાંથી 17 મેચમાં ધોની હેઠળ રમ્યો હતો જ્યારે આ એક માત્ર ટેસ્ટમાં જ તે કોહલીની આગેવાનીમાં રમ્યો હતો. 2014-15માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો ત્યારે સિડની ખાતે કોહલીની આગેવાનીમાં રૈના રમ્યો હતો અને બંને દાવમાં ઝીરો પર આઉટ થયો હતો. પહેલા દાવમાં તેને શેન વોટ્સને આઉટ કર્યો હતો તો બીજા દાવમાં મિચેલ સ્ટાર્કની બોલિંગમાં તે લેગબિફોર થયો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રસાકસીનો જંગ: આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઇનલ મુકાબલો, સાઉધમ્પટનમાં બપોરે 3-00થી મેચનો પ્રારંભ

pratik shah

શું તમારા લાઈસન્સ કે આરસીબુકની વેલીડીટી પૂર્ણ થઈ ગઈ છે તો જલ્દી કરો આ છે છેલ્લી તારીખ, પછી રહી જશો!

pratik shah

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!