GSTV
Gujarat Government Advertisement

સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ

Last Updated on February 28, 2021 by Pravin Makwana

ઈરાન સાથે ચાલુ થયેલા તણાવ વચ્ચે ઈઝરાયલના સીક્રેટ ન્યૂક્લિયર ફેસિલીટીની સેટેલાઈટ તસવીરે દુનિયાભરમાં હડકંપ મચાવ્યો છે. આ તસવીર બાદ દુનિયામાં એવી ચર્ચાનો દોર ચાલુ થયો છે કે, ઈઝરાયલ ગુપ્ત રીતે પરમાણુ હથિયારનો જખીરો વધારી રહ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ઈરાન તરફ નરમ વલણ દાખવતા ઇઝરાયલને ડર

સ્વીડનની સંસ્થા સ્ટોકબોમ ઈન્ટરનેશનલ પીસ રિચર્સ ઈન્સ્ટીચ્યૂટે પોતાના 2020ના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, ‘ઈઝરાયલ પાસે 80થી 90 પરમાણુ બોમ્બ છે. ઈઝરાયલને હવે એ વાતનો પણ ડર છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ઈરાન તરફ નરમ વલણ દાખવી રહ્યાં છે. જો બાઈડને સત્તામાં આવતાની સાથે જ 2015ની જૂની પરમાણું સમજૂતિમાં શામેલ થવાના સંકેત આપ્યા છે. તો બીજી તરફ એક ખાનગી સમાચાર એજન્સીએ ઈઝરાયલની સેટેલાઈટ તસવીર જાહેર કરતા જણાવ્યુ હતું કે, ‘ઈઝરાયલ સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ પર કામ કરી રહ્યું છે. આ પરમાણુ પ્લાન્ટ ડિમોના શહેર પાસે આવેલા શિમોન નેગેવ ન્યૂક્લિયર રિસર્ચ સેન્ટરના રિએક્ટર સેન્ટરથી થોડેક દૂર છે. આ સેન્ટરમાં ઈઝરાયલે સૌ પહેલો પરમાણુ બોમ્બ બનાવ્યો હતો. અહીં અંડરગ્રાઉન્ડ લેબોરેટરીની આખી ચેન સ્થાપિત કરવામાં આવી છે.’

પરમાણુ પ્લાન્ટ મુદ્દે ઈઝરાયલ પરમાણુ હથિયારની પુષ્ટી પણ કરતું નથી

સેટેલાઈટ તસવીર સામે આવ્યા બાદ ઈઝરાયલ સરકાર પરમાણુ પ્લાન્ટ મુદ્દે કંઈ પણ બોલવા માટે તૈયાર નથી. ઈઝરાયલનું કહેવું છે કે, ‘અમારી પાસે પરમાણુ પ્લાન્ટ માટે કોઈ સ્પષ્ટ નીતિ નથી. જેથી ઈઝરાયલ પરમાણુ હથિયારની પુષ્ટી પણ કરતું નથી અને ઈન્કાર પણ કરતું નથી. ઈઝરાયલના પીએમ નેતન્યાહુ પહેલાથી ઈરાનના પરમાણુ કાર્યક્રમની આલોચના કરતા આવ્યા છે. તેમણે અનેક વખત આંતરરાષ્ટ્રીય મંચ પરથી પરમાણુ કાર્યક્રમનો વિરોધ કર્યો છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમનો વિરોધ માત્ર ઈઝરાયલ નથી કરતુ પરંતુ આ નામમાં અમેરિકા પણ અત્યાર સુધી શામેલ છે. ત્યારે સેટેલાઈટ તસવીરે ફરી વાર ઈઝરાયલના પરમાણુ પ્લાન્ટની પોલ ખોલી છે. અમેરિકાના વોશિંગટનમાં આવેલા આર્મ્સ કંટ્રોલ એસોસિએશન્સનું કહેવું છે કે, ઈઝરાયલે પરમાણુ કાર્યક્રમ અંગે દુનિયાના દેશો સમક્ષ સ્પષ્ટતા કરવી જોઈએ.

1950માં પણ શરૂ કરેલી પરમાણુ સાઈટને ઈઝરાયલે કાપડની ફેક્ટરી ગણાવી હતી

ઈઝરાયલે 1950માં ફ્રાંસની મદદથી યરૂશલેમના દક્ષિણથી 90 કિલોમીટર દૂર આવેલા ડિમોના પાસે આવેલા રણમાં ગુપ્ત રીતે પરમાણુ સાઈટ શરૂ કરી હતી. આ પરમાણુ સાઈટને ઈઝરાયલે વર્ષો સુધી અમેરિકાથી છુપાવીને રાખી હતી. જ્યારે અમેરિકાને ઈઝરાયલની કરતૂતની જાણ થઈ ત્યારે ઈઝરાયલે પરમાણુ સાઈટને કાપડની ફેક્ટરી ગણાવી હતી. અત્યારે પણ દુનિયાના કોઈ પણ દેશ પાસે ઈઝરાયલના પરમાણુ કાર્યક્રમની નક્કર માહિતી નથી. પરંતુ કેટલાંક નિષ્ણાંતો દ્વારા એવાં દાવા કરવામાં આવે છે કે, ઈઝરાયલ પાસે 80 જેટલા પરમાણુ બોમ્બ છે. જેમાં જમીન પરથી ફાયર કરી શકાય તેવી મિસાઈલ, સબમરીન અને યુદ્ધ વિમાનમાંથી લોન્ચ કરી શકાય તેવા બોમ્બનો સમાવેશ થાય છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

ખાસ વાંચો/ જો ફ્રીમાં ન મળી કોરોનાની રસી, તો જાણો પ્રાઇવેટમાં કેટલી હશે 1 ડોઝની કિંમત

Bansari

ચિંતાજનક / કોરોના વાઇરસના‘સ્વદેશી વેરિઅન્ટ’એ વધારી ચિંતા, આ રાજ્યમાં સૌથી વધુ અસર

Bansari

BREAKING: કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ કોરોના પોઝિટીવ, હોમ આઈસોલેશનમાં ગયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!