GSTV
Home » News » પત્નીને છેતરી આ બોલીવુડ સ્ટાર્સે રાખ્યા અન્ય એક્ટ્રેસ સાથે સંબંધો, નામ જાણીને રહી જશો દંગ

પત્નીને છેતરી આ બોલીવુડ સ્ટાર્સે રાખ્યા અન્ય એક્ટ્રેસ સાથે સંબંધો, નામ જાણીને રહી જશો દંગ

famous bollywood affairs

બોલીવુડમાં એક્ટર-એક્ટ્રેસીસના અફેરની વાતો ઉડવી સામાન્ય બાબત બની ગઇ છે ત્યારે આજે અમે તમને બોલીવુડના કેટલાંક એવા અભિનેતાઓ વિશે જણાવીશું જેણે પોતાની પત્નીને દગો આપીને અન્ય એક્ટ્રેસીસ સાથે સંબંધો રાખ્યા અને તેમના અફેર બોલીવુડમાં ચર્ચાનો વિષય રહ્યાં.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાને ગૌરી સાથે લગ્ન તો કર્યા પરંતુ શાહરૂખ પ્રિયંકા ચોપરાને દિલ દઇ બેઠો. જો કે તેમનું અફેર લાંબો સમય તો ન ચાલ્યુ. ગૌરી પણ આ બધુ ભૂલીને શાહરૂખ સાથે પોતાનાં લગ્નજીવનમાં આગળ વધી ગઇ. આખરે પ્રિયંકાએ પણ નિક જોનાસ સાથે પોતાનું ઘર વસાવી લીધું.

ગોવિંદા

ગોવિંદાએ પોતાના બાળપણના પ્રેમ સુનીતા સાથે લગ્ન કર્યા હતાં પરંતુ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં આવ્યાં બાદ ગોવિંદાનું નામ રાની મુખર્જી સાથે જોડાયું અને લોકોને પણ તેમની જોડી પસંદ આવી હતી. કહેવામાં આવે છે કે ગોવિંદા એક તરફી પ્રેમમાં રાની મુખર્જી સાથે લગ્ન પણ કરવા માંગતા હતાં પરંતુ તેના લગ્ન થઇ ચુક્યાં હતાં તેથી રાની તેમની સાથે પોતાનો સંસાર શરૂ કરવા માટે તૈયાર ન થઇ.

અક્ષય કુમાર

અક્ષય કુમારના લગ્ન ટ્વિંકલ ખન્ના સાથે થઇ ચુક્યાં હતાં. તે બાદ અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીમાં સતત સફળ થઇ રહ્યો હતો અને આ દરમિયાન એતરાઝ ફિલ્મ બાદ તેનું અફેર પ્રિયંકા ચોપરા સાથે શરૂ થઇ ગયું જે ઘણાં સમય સુધી ચાલ્યુ.

અજય દેવગણ

અજય દેવગણ ચહેરાથી તો ભોળો લાગે છે પરંતુ અજય દેવગણ એવો નથી જેવો તે લાગે છે. અજય દેવગણનું અફેર કંગના રનૌત સાથે ચાલ્યું હતું પરંતુ કાજોલે તેને છૂટાછેડા આપવાનું અલ્ટીમેટમ આપ્યું તે બાદ તે સાચા રસ્તે આવ્યો.

અમિતાભ બચ્ચન

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ આ મામલે પાછળ નથી રહ્યાં. તેણે પણ લગ્ન બાદ રેખા સાથે રિલેશનશીપ ચાલુ રાખ્યું. લગ્ન પહેલાં જ તેમનું અફેર હતું. જ્યારે જયાને આ અંગે જાણ થઇ તે બાદ તેણે રેખાને પોતાના ઘરે બોલાવી અને તેને બધી વાત સમજાવી. તે બાદથી અમિતાભ અને રેખા અલગ થઇ ગયાં.


Read Also

Related posts

રાજ્યના ખેડૂતોને વીજ કનેક્શન આપવામાં સરકાર નિષ્ફળ, વિધાનસભામાં થયો ખુલાસો

Nilesh Jethva

બે દિવસના આ સમારોહમાં રાજ્ય અને વિશ્વમાંથી 2 લાખ લોકો ઉમટશે, 2 દિવસ જ બાકી

Nilesh Jethva

IND Vs NZ: બીજી ટેસ્ટ પહેલાં પિચને લઇને વિવાદ, BCCIએ ઉઠાવ્યાં આ ગંભીર સવાલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!