GSTV
Home » News » ઝારખંડ વિધાનસભા ચૂંટણી : બીજા તબક્કાનું મતદાન થયુ પુર્ણ, 20 સીટો પર 62.40 ટકા થયુ વોટિંગ

ઝારખંડ વિધાનસભા ચૂંટણી : બીજા તબક્કાનું મતદાન થયુ પુર્ણ, 20 સીટો પર 62.40 ટકા થયુ વોટિંગ

પોલીસ ફાયરિંગ અને મતદારોમાં હિંસક ઘર્ષણ વચ્ચે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં વિધાનસભાની 20 બેઠકો પર મતદાન પ્રક્રિયા યોજાઇ. જેમાંથી 18 બેઠક પર ત્રણ વાગ્યે મતદાન સમાપ્ત થયું. જ્યારે કે જમશેદપુર પૂર્વ અને જમશેદપુર પશ્ચિમ બેઠક પર પાંચ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલી હતી. 

ચૂંટણી પંચ મુજબ 20 બેઠકો પર 63 ટકા મતદાન નોંધાયું છે. જો કે તેમાં હજુ વધ ઘટ થઇ શકે છે. બહરાગોડા બેઠક પર 86 .38 ટકા અને ગુમલાની સિસઇ વિધાનસભા સીટ પર સૌથી વધુ 68.60 ટકા મતદાન થયું.

ઝારખંડના ગુમલા જિલ્લાની સિસઇ વિધાનસભા બેઠકના બુથ નંબર-36 પર પોલીસ અને મતદારો વચ્ચે ઘર્ષણ થયું હતુ.. જે બાદ સ્થિતિ તણાવપૂર્ણ બની ગઇ. ચૂંટણી પંચે બૂથ નંબર-36 પરનું મતદાન રદ્દ કરી દીધું. હવે અહીંયા પુનર્મતદાન કરાશે.

આ પહેલા મતદારો અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું. આક્રોશિત મતદારોએ પોલિંગ બૂથ પર ભારે પત્થરમારો કર્યો. જે બાદ પોલીસે કરેલા ફાયરિંગમાં એક યુવકનું મોત નિપજ્યું. પત્થરમારામાં ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા. તણાવ બાદ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. જ્યારે કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

READ ALSO

Related posts

હિંદુવાદી નેતા અમિત જાનીની જાહેરાત : શરઝીલ ઈમામનું માથું વાઢી લાવનારને એક કરોડ રૂપિયાનું ઈનામ

Mayur

રામ મંદિર બનાવવા માટે દરેક વ્યક્તિ પાસેથી લેવાશે 10 રૂપિયાનો સહયોગ, ત્રણ મહિનામાં કામ થઈ રહ્યું છે શરૂ

Mayur

અલ્પસંખ્યકોએ ચૂંટણીમાં મને મત નહોતા આપ્યા તેથી તેમને મળતી સુવિધામાં ઘટાડો કરવામાં આવશે : ભાજપના ધારાસભ્ય

Mayur
Do NOT follow this link or you will be banned from the site!