GSTV
Home » News » LIVE UPDATE : લોકસભા ચૂંટણીનો બીજો તબક્કો, 1596 ઉમેદવારો મેદાનમાં

LIVE UPDATE : લોકસભા ચૂંટણીનો બીજો તબક્કો, 1596 ઉમેદવારો મેદાનમાં

Lok Sabha second phase

લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં કુલ 95 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. બીજા તબક્કામાં 11 રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદાન થઈ રહ્યુ છે તેમાં કુલ 1 હજાર 596 ઉમેદવારો મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ દ્વારા પૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ કુલ 97 બેઠક પર મતદાન યોજાવાનું હતું. પરંતુ તમિલનાડુના વેલ્લોરમાં ઉમેદવાર પાસેથી કરોડોની રકમ મળી આવવાને કારણે ચૂંટણી રદ્દ કરવામાં આવી.

જ્યારે કે ત્રિપુરામાં સુરક્ષાના કારણોસર મતદાન સ્થગિત કરવામાં આવ્યું. ત્રિપુરા પૂર્વ બેઠકનું મતદાન હવે ત્રીજા તબક્કામાં એટલે કે 23 એપ્રિલના રોજ થશે. બીજા તબક્કા અંતર્ગત તમિલનાડુની કુલ 39 પૈકી 38 બેઠકો પર મતદાન યોજાશે. આ ઉપરાંત કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 10, ઉત્તર પ્રદેશની 8 બેઠકો પર મતદાન થશે, આસામ, બિહાર અને ઓડિશાની 5-5 બેઠકો પર પણ મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. તો છત્તીસગઢની 3, પશ્ચિમ બંગાળની 3, જમ્મુ-કાશ્મીરની 2, જ્યારે કે મણિપુર અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીની 1-1 બેઠકો પર મતદાન થવાનું છે. જ્યાં મતદાન થવાનું છે તે બેઠકો પર વર્ષ 2014માં કુલ 70.46 ટકા મતદાન થયું હતું.

બીજા તબક્કાની ચૂંટણીમાં અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. બીજા તબક્કા અંતર્ગત હેમા માલિની, રાજ બબ્બર, એસ.પી.સિંહ બઘેલ, ફારૂક અબ્દુલ્લા, જિતેન્દ્ર સિંહ, પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડા, સદાનંદ ગૌડા, વીરપ્પા મોઇલી, પ્રીતમ મુંડે, સુશીલકુમાર શિંદે, અશોક ચવ્હાણ, જુએલ ઓરામ. તેમજ ડીએમકેના દયાનિધિ મારન એ.રાજા, અને કનિમોઝી સહિતના દિગ્ગજ નેતાઓનું ભાવિ ઇવીએમમાં સીલ થશે.

તમિલનાડુ

  • કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમને લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવા મતદાન કર્યુ. તેઓ મતાધિકારનો ઉપયોગ કરવા બેગાલુરૂ પહોંચ્યા હતા.
  • તો આ તરફ અભિનેતામાંથી રાજનેતા બનેલા કમલહાસને પોતાની પુત્રી શ્રૃતિ હાસન સાથે મતદાન કર્યુ.. મતદાન કરવા પિતા-પુત્રી સામાન્ય મતદારોની જેમ લાઈનમાં ઉભા રહ્યા હતા. તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ચેન્નાઈ પહોંચ્યા હતા.
  • તમિલનાડુના મુખ્યપ્રધાન પલાનીસ્વામીએ સેલમમાં મતાધિકારનો ઉપયોગ કર્યો.. મતદાન કરવા માટે તેઓ સામાન્ય મતદારોની જેમ લાઈનમાં ઉભા રહ્યા હતા. મતદાન કર્યા બાદ પલાનીસામીએ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. મહત્વપૂર્ણ છે કે આજે તમિલનાડુની 38 બેઠક પર મતદાન કરવામાં આવ્યુ.
  • પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે પોતાના પરિવાર સાથએ તમિલનાડુના શિવગંગામાં મતદાન કર્યુ. ચિદમ્બરમ સાથે તેમના પત્ની નલિની ચિદમ્બરમ, પુત્ર કાર્તિ અને તેમના પત્ની શ્રીનિધિએ મતદાન કર્યુ. મતદાન બાદ પી. ચિદમ્બરમે મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.
  • અભિનેતામાંથી રાજનેતા બનેલા રજનિકાંતે તમિલાનાડુના ચેન્નાઈમાં મતદાન કર્યુ. રજનીતિકાંત પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કરવા પહોંત્યા હતા. જે બાદ તેમણે મીડિયા સાથેની વાતચીતમાં લોકોને વધુ મતદાન કરવા અપીલ કરી હતી.

ઉત્તર પ્રદેશ

  • ઉત્તર પ્રદેશના આગરામાં વહેલી સવારે મતદારોએ મતદાન કરવા લાઈન લગાવી હતી. લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવા મતદારોમાં ઉત્સાહ પણ જોવા મળ્યો. મતદારોએ વહેલી સવારે મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. મહત્વપૂર્ણ છે કે, બીજા તબક્કામાં યુપીની આઠ બેઠક પર મતદાન કરવામાં આવ્યુ.
  • ભાજપના નેતા અને યુપી સરકારમાં પ્રધાન શ્રીકાંત શર્માએ મથુરામાં મતદાન કર્યુ. મતદાન કરવા શ્રીકાંત શર્મા વહેલી સવારે મતદાન મથક પર પહોચ્યા હતા. મતદાન કર્યા બાદ તેમણે જણાવ્યુ કે, યુપીમાં ભાજપની મોટી જીત થવાની છે.
  • મથુરાથી ભાજપના ઉમેદવાર હેમા માલિનીએ મતદાન મથક પહોંચ્યા હતા. જ્યા તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, દેશમાં ફરીવાર મોદી સરકાર બનવા જઈ રહી છે. યુપીમાં બસપા અને સપાનું મહાગઠબંધન નિષ્ફળ જવાનુ છે. આજે દેશમાં અનેક વિકાસના કામો કરવામં આવ્યા છે. જેથી દેશમાં ભાજપની ફરીવાર જીત થવાની છે.

મહારાષ્ટ્ર

કોંગ્રેસ નેતા અને પૂર્વ ગૃહ પ્રધાન સુશિલ કુમાર શિંદેએ મહારાષ્ટ્રના સોલાપુરમાં મતદાન કર્યુ. મતદાન કરવા તેઓ પોતાના પરિવાર સાથે મતદાન મથક પહોંચ્યા હતા મતદાન બાદ તેણે મતદારોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી.

ઈમ્ફાલ

ભાજપના નેતા અને મણિપુરના રાજ્યપાલ નઝમા હેપતુલ્લાહે ઈમ્ફાલમાં મતાધિકારનો ઉપયોગ કર્યો. તેઓ મતદાન કરવા વહેલી સવારે મતદાન મથક પહોંચી ગયા હતા. મતદાન કર્યા બાદ નઝમાએ મીડિયા સાથેની વાતચીત દરમ્યાન મતદારોને વધુ મતદાન કરવી અપીલ પણ કરી હતી.

કર્ણાટક

  • કર્ણાટકના મુખ્ય પ્રધાન કુમારસ્વામીએ રામનગરમાં આવેલા મતદાન મથક પર મતદાન કર્યુ.. મતદાન કર્યા બાદ તેમણે કર્ણાટકની જનતાને વધુ મતદાન કરવા અપીલ કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં કુમારસ્વામીએ જણાવ્યુ હતુ કે, કર્ણાટકમાં લોકસભાની ચૂંટણીના પરિણામ દેશની રાજનીતિ પર મોટી અસર કરશે. આજે દેશ મોદી સરકારની નીતિના કારણે હેરાન પરેશાન છે. જેથી દેશમાં ભાજપની હાર થવાની છે.
  • લોકશાહીના મહાપર્વમાં બેંગાલુરૂથી ઈન્ફોસિસના સંસ્થાપક નારાયણ મુર્તિ અને તેમના પત્ની સુધા મુર્તિએ મતદાન કર્યુ. મતદાન  કરવા તેઓ બેંગાલુરૂના મતદાન મથક પર પહોંચ્યા હતા. અને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

દાર્જલિંગ

લોકસભા ચૂંટણીના બીજા તબક્કાની 95 બેઠક માટે મતદાન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે પશ્વિમ બંગાળના દાર્જિલિગમાં મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો. લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવા વહેલી સવારથી મતદારો મતદાન મથક પર ઉમટી પડ્યા હતા. તો આ તરફ આસામના સિલ્ચરમાં મતદારોમાં મતદાન કરવા અનેકો ઉત્સાહ જોવા મળ્યો. લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવા આસામમાં મતદારો મતદાન કેન્દ્ર પર ઉમટી પડ્યા હતા. આસામ બાદ જમ્મુ કાશ્મીરમાં પણ વહેલી સવારથી મતદારો મતદાન કરવા ઉમટી પડ્યા હતા. ત્યારે ઉઘમપુરમાં એક નવ યુગલે લગ્ન પહેલા મતદાન કર્યુ. તો આ તરફ ઉત્તર પ્રદેશના આગરામાં વહેલી સવારે મતદારોએ મતદાન કરવા લાઈન લગાવી હતી. લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવા મતદારોમાં ઉત્સાહ પણ જોવા મળ્યો. યુપી બાદ બિહારના કિશનગંજમાં પણ મતદારોએ મતદાન મથક પર પહોંચી મતદાન કર્યુ. કિશનગંજમાં મતાદારો માટે વિશેષ સુવિધા કરવામાં આવી હતી. વૃદ્ધ મતદારો માટે મતદાન મથક પર વ્હીલચેર રાખવામાં આવી હતી. ત્યારે મતદાનના આ મહા પર્વમાં મતદારો ઉત્સાહભેર ભાગ લેવા મતદાન મથક પર ઉમટી પડ્યા હતા.

બિહાર

બિહારના કિશનગંજમાં પણ મતદારોએ મતદાન મથક પર પહોંચી મતદાન કર્યુ. કિશનગંજમાં મતાદારો માટે વિશેષ સુવિધા કરવામાં આવી હતી. વૃદ્ધ મતદારો માટે મતદાન મથક પર વ્હીલચેર રાખવામાં આવી હતી. ત્યારે મતદાનના આ મહા પર્વમાં મતદારો ઉત્સાહભેર ભાગ લેવા મતદાન મથક પર ઉમટી પડ્યા હતા.

પશ્વિમ બંગાળ

પશ્વિમ બંગાળના રાયગંજમાં મતદાન દરમ્યાન હિંસાની ઘટના બની. હિંસાના કારણે પોલીસે ટિયર ગેસના સેલ પણ છોડ્યા. રાયગંજથી ભાજપના ઉમેદવાર દેબશ્રી ચૌધરીએ આરોપ લગાવ્યો કે, ટીએમસીના કાર્યકરો બુથ કેપ્ચર કરવાની કોશિશ કરી રહ્યા હતા. જેનો વિરોધ કરતા ટીએમસીના કાર્યકરો હિંસા પર ઉતરી આવ્યા હતા. જે બાદ ભાજપે આ મામલે પોલીસને જાણ કરી હતી. હિંસાની ઘટના બાદ રાયગંજમાં સુરક્ષા વ્યવસ્થાને વધારે ચુસ્ત કરવામાં આવી. પશ્વિમ બંગાળમાં આજે જલપાઈગુડી, દાર્જિલિંગ અને રાયગંજમાં મતદાન કરવામાં આવ્યું.

READ ALSO

Related posts

કોંગ્રેસ તો વિપક્ષમાંથી પણ ગઈ, વર્ષ 2014માં પણ કંઈક આવા હતા હાલાત

Arohi

ગુજરાતમાં 26માંથી 26… 25 બેઠકો પર તો 2014નો પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો

Arohi

નરેન્દ્ર મોદીના ઐતિહાસિક વિજય સાથે નવીન ભારતનો સૂર્યોદય

Mayur
Do NOT follow this link or you will be banned from the site!