પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પ્રકાશ પર્વની શુભકામનાઓ આપી છે. પ્રધાનમંત્રીએ પીએમ આવાસ યોજનાના કાર્યક્રમમાં જનતા સાથે સીધો સંવાદ કર્યો. પ્રધાનમંત્રી પોતાના આ ડ્રીમ પ્રોજેક્ટને લઈને ખૂબ જ આશાવાદી છે. આ કડીમાં આજે 80 હજાર પરીવારોને મકાનનો બીજો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ લગભગ 6 લાખ લાભાર્થીઓને આર્થિક રકમ જાહેર કરવામાં આવી ચૂકી છે. કેન્દ્ર સરકાર તરફથી વર્ષ 2022 સુધી દરેક ગરીબને ઘર આપવાની યોજના ચલાવવામાં આવી રહી છે. જે હેઠળ આર્થિક મદદ આપવામાં આવી રહી છે.
પહેલાની સરકારો પર લક્ષ્યાંક
વડાપ્રધાને કહ્યું, પહેલાની સરકારો દરમિયાન ઉત્તરપ્રદેશમાં પરિસ્થિતિ શું હતી તે તમે બધાએ જોઈ હશે. ગરીબોને એ વિશ્વાસ ન હતો કે, સરકાર પણ મકાન બનાવવામાં તેમની મદદ કરી શકે છે. જે પહેલાની આવાસ યોજનાઓ હતી, તે રીતે તેમના હેઠળ મકાનો બનાવવામાં આવ્યા હતા, તે પણ કોઈથી છુપાયેલ નથી. અમારી પ્રાથમિકતા છે કે, બધાને મજબૂત ઘર મળે. કારણ કે, ઘર એક એવી સિસ્ટમ છે અને તે માનનીય ભેટ છે જે મનુષ્યના આત્મવિશ્વાસ અનેકગણું વધારી દે છે.
શહેર અને ગામ બંનનો સમાન વિકાસ
પીએમ મોદીએ કહ્યું, આજે દેશની કોશિશ છે કે, મૂળભૂત સુવિધાઓમાં ગામ અને શહેરની વચ્ચેનું અંતર ઓછુ કરવામાં આવી શકે. ગામમાં રહેનાર વ્યક્તિઓનું સામાન્ય જીવન પણ એટલુ સરળ હોવું જોઈએ, જેવું શહેરમાં હોય છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાને શૌચાલય, વિજળી અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓથી પણ જોડવામાં આવી રહ્યું છે. યોગી સરકારની સક્રિયતાનું પરિણામ છે કે, અહીંયા આવાસ યોજનાના કામની ગતિ અને રીત બદલી તેનો ફાયદો બધાને મળ્યો છે.
આ રીતે બદલાઈ શકે છે ઉત્તર પ્રદેશનો ફોટો
પીએમએ કહ્યું કે, જેમની પાસે જમીન નથી, તેમને જમીનનો પટ્ટો પણ આપવામાં આવી રહ્યો છે. જમીનનો માલિકાના હક આપવા માટે ડ્રોનથી મેપિંગ થઈ રહ્યુ છે. સ્વામિત્સ યોજનાથી લોકો બેન્ક પાસેથી લોન પણ લઈ શકશે. કરોડો લોકોને નવી તાકત મળવાની છે. યૂપીમાં 51 હજાર લોકોને માલિકાના હક મળી ચૂક્યો છે. યૂપીના દરેક ગામને રસ્તા સાથે જોડવામાં આવી રહ્યું છે. સ્કિલ ડેવલપમેન્ટની ટ્રેનિંગ સરકાર આપી રહી છે. દેશના 6 લાખથી વધારે ગામ સુધી હાઈ સ્પીડ ઈન્ટરનેટ પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે.
ચેહરા પર ઘર મળવાની ખુશી
આ દરમિયાન પીએમએ ઘણા લાભાર્થિયો સાથે વીડિયો કોન્ફ્રેંસિંગ થકી વાત કરી હતી. ચિત્રકુટના લાભાર્થી રાજકુમારીએ કહ્યું કે, 1 લાખ 20 હજાર મળશે. તે ખૂબ જ ખુશ છે. તો એક તરફ ગ્રામીણ મહિલાએ પીએમનો આભાર વ્યક્ત કર્યો. ગ્રામ પંચાયત રાજનગરની કમલા દેવીએ પીએમને કહ્યું કે, તે ખૂબ જ ખુશ છે. તમારી કૃપાથી ઘર મળી ગયું.
વારંવાર બને તમારી સરકાર
અયોધ્યાની એક મહિલાએ કહ્યું કે, તેમણે આઠમાં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. શાળામાં આયાનું કામ કરતી હતી. હવે ઘર મળી ગયુ તો, મેહસુસ થઈ રહ્યું છે કે, પોતાનું ઘર છે. સહારનપુરની બાળાએ પીએમને જણાવ્યું કે, તે મજૂરી કરે છે. ભેંસ પાળે છે. તમને જમવા માટે બોલાવીશ, તમારી આભારી હું સરકાર. ભગવાન તમને લાંબી ઉંમર આપે. વારંવાર તમારી સરકાર બને.
પ્રધાનમંત્રી આવાસ યોજનાને ઓળખો
યૂપીમાં લગભગ 22 લાખ ગ્રામીણ આવાસ બનાવવામાં આવી રહ્યા છે. તેમાંથી 2.15 લાખ ઘરને બનાવવાની મંજૂરી આપવામાં આવી ચૂકી છે. પીએમએ કહ્યું કે, અભિયાનની સૌથી ખાસ વાત એ છે કે, જેટલા પણ ઘર બની રહ્યા છે. બધા માટે પૈસા સીધા ગરીબોના બેન્ક ખાતામાં આપવામાં આવી રહ્યા છે. જેથી કોઈપણ લાભાર્થીને તકલીફ ન થાય અને તેમને ભ્રષ્ટાચારનો શિકાર ન થવું પડે.
સવા કરોડ લોકોને ઘરની ચાવી
પીએમના મત પ્રમાણે કેન્દ્ર અને યૂપીની સરકાર મળીને આ દિશામાં તેજીથી પ્રયાસ કરી રહી છે. સરકારે દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા સુધી દરેક ગરીબ પરિવારને પાકુ ઘર આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. છેલ્લા વર્ષોમાં લગભગ 2 કરોડ ઘર માત્ર ગ્રામીણ વિસ્તારોમાં બનાવવામાં આવ્યા છે. એકલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પણ લગભગ સવા કરોડ ઘરની ચાવી લોકોને આપવામાં આવી રહી છે.
READ ALSO
- ગરીબો, સૈનિકો માટે પૈસા નથી પરંતુ પોતાના ઉદ્યોગપતિ મિત્રોની કરોડોની લોન માફ કરીઃ રેવડી કલ્ચર મામલે કેજરીવાલનો પલટવાર
- બિહારે એ જ કર્યુ જે દેશને કરવાની જરૂર, ભાજપ પર તેજસ્વીએ કર્યા આકરા પ્રહાર
- મહાગઠબંધનનો 24 ઓગસ્ટે થશે ફ્લોર ટેસ્ટ, નીતિશ અને તેજસ્વીએ કેબિનેટ વિસ્તરણ પર કર્યો વિચાર; સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ
- પોલીસ ગ્રેડ પે મુદ્દે રાજકારણ ગરમાયુ : કોંગ્રેસે સરકાર પર કર્યો હુમલો, જવાળામુખી સમાન ગણાવ્યો મુદ્દો
- વડા પ્રધાન મોદી અને અરવિંદ કેજરીવાલ સામસામા વાક્બાણ ચલાવી રહ્યા છે