GSTV
Home » News » સેબીનાં કડક પગલાંથી પાછા આવ્યા રોકાણકારોના કરોડો રૂપિયા, સહેજ મોડું થયું હોત તો ડૂબત 2300 કરોડ

સેબીનાં કડક પગલાંથી પાછા આવ્યા રોકાણકારોના કરોડો રૂપિયા, સહેજ મોડું થયું હોત તો ડૂબત 2300 કરોડ

બજાર નિયમનકાર સેબીનાં તત્કાલ પગલાં લેવાના કારણે કાર્વી સ્ટૉક બ્રોકિંગ લિમિટેડના 90 ટકા રોકાણકારોના 2 હજાર કરોડ રૂપિયા કરતાં વધારે સિક્યોરિટીઝ પાછી મળી ગઈ છે. બ્રોકરે આ સિક્યોરિટીઝ ખોટી રીતે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી તેને ગિરવે મૂકી દીધી હતી.

નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડે સોમવારે જણાવ્યું કે, સેબીએ તત્કાલ કડક પગલાં જેના કારણે રોકાણકારોની પૂંજી ડૂબતાં બચી ગઈ. અત્યાર સુધીમાં 90 ટકા રોકાણકારોને તેમના પૈસા પાછા મળી ગયા છે અને બાકીનાને પણ બાકીનું ચૂકવણું થતાં મળી જશે. કાર્વીએ લગભગ 95 હજાર રોકાણકારોના લગભગ 2300 કરોડ રૂપિયાની સિક્યોરિટીઝને ગિરવે મૂકી 600 કરોડની લોન લીધી હતી. તેમાંથી લગભગ 82,599 ગ્રાહકોને તેમની સિક્યોરિટી પાછી મળી ગઈ છે. બજારના જાણકારોનું કહેવું છે કે, જો સેબીએ આ પગલાં ઉઠાવ્યાં ન હોત તો, ધીરનાર આ સિક્યોરિટીઝને રિડીમ કરાવી શકત. કાર્વીએ આ દગાખોરી માટે ગ્રાહકોની પાવર ઓફ એટર્ની (પીઓએ) નો દૂરઉપયોગ કર્યો હતો. આ સાથે જ પીઓએનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કાર્વીએ બિઝનેસ ગતિવિધીઓ પૂર્ણ કરવા માટે તેનો ઉપયોગ કરવાની મંજૂરી માંગી હતી.

બીએસઈ-એનએસઈ પર ટ્રેડિંગ બંધ
બઝાર નિયમોનું પાલન ન કરવાના કારણે, નેશનલ સ્ટૉક એક્સચેન્જ અને બૉમ્બે સ્ટૉક એક્સચેન્જે કાર્વીનું લાઇસન્સ રદ કરી દીધું છે. હવે આ બ્રોકિંગ કંપની શેર બજારમાં વ્યાપાર નહીં કરી શકે. આ સિવાય મલ્ટી કમોડિટી એક્સચેન્જ અને એમએસઈઆઈએ પણ કાર્વીનું લાઇસન્સ રદ કરી દીધું છે. કાર્વી હવે કેપિટલ માર્કેટ, ફ્યૂચર એન્ડ ઑપ્શંસ, કરંસી ડેરિવેટિવ્સ, ડેટ, મ્યૂચાલ ફંડ સર્વિસ સિસ્ટમ અને કમોડિટી ડેરિવેટિવ્સમાં ટ્રેકિંગ નહીં કરી શકે.

સનરા મીડિયા પર 16 કરોડની પેનલ્ટી
બજાર નિયમનકાર સેબીએ ગ્લોબલ ડિપોઝિટરી રિસીપ્ટ (જીડીઆર) માં હેરફેર કરવા પર સનરા મીડિયા અને તેના 6 અધિકારીઓ પર 16 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહી સેબીની એ તપાસ બાદ કરવામાં આવી છે, જેમાં ભારતીય રોકાણકારો પાસેથો દગો કરવા માટે ઘણી કંપનીઓ દ્વારા વિદેશી બજારોમાં જીડીઆર બહાર પાડવામાં આવ્યા હતા. સેબીને જાનવા મળ્યું કે, સનરા મીડિયા પણ એ કંપનીઓમાં હતી અને તેણે 2.75 કરોડ ડૉલરના જીડીઆરને લોસ્બન સ્થિત બેન્ક પાસે ગિરવે મૂકી લોન લીધી હતી. દંડમાંથી 10 કરોડ ફર્મે જ્યારે 5 કરોડ ચેરમેન અને 1 કરોડ પાંચ રોકાણકારોને ચૂકવવાના રહેશે.

Related posts

શું તમે કેન્ડલ લાઈટ ડિનર પર વારંવાર જાવ છો? તો આ ભોજન બની શકે છે મોતનું કારણ? જાણો કંઈ રીતે

Mansi Patel

ધરતી પરની એક જગ્યા જેના પર કોઈ દેશનો નથી અધિકાર, એક ભારતીય બન્યો હતો આ દેશનો “રાજા”

pratik shah

મંદીના અજગર ભરડા પર રઘુરામરાજન બોલ્યા, ‘વડાપ્રધાનના મંત્રીઓ પાસે કોઈ શક્તિ નથી’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!