GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

સેબીએ પાવર ઓફ એટર્ની ધોરણોના અમલની તારીખ લંબાવાઈ

ગ્રાહકો દ્વારા ટ્રેડીંગ મેમ્બરો અથવા ક્લિયરીંગ મેમ્બરોને અપાતી પાવર ઓફ એટર્ની સંબંધિત ધોરણોના અમલ માટેની તારીખને મૂડી બજાર નિયામક તંત્ર સેબી દ્વારા ૧,ઓગસ્ટ ૨૦૨૦ સુધી લંબાવવાનું જાહેર કરાયું છે. સેબી દ્વારા આ અગાઉ ડિપોઝિટરી સિસ્ટમમાં ગીરો અથવા ફેર-ગીરો થકી માર્જિન જવાબદારીઓ સંબંધિત ચોક્કસ માર્ગરેખાઓ ફેબુ્રઆરી ૨૦૨૦માં નિર્ધારિત કરાઈ હતી. આ સર્કયુલરની જોગવાઈઓ ૧,જૂન ૨૦૨૦થી અમલી બનનાર હતી.

ટાઈટલ ટ્રાન્સફરની પરવાનગી રહેશે નહીં

ગ્રાહકો દ્વારા ટ્રેડીંગ મેમ્બર અથવા ક્લિયરીંગ મેમ્બરને અપાતી પાવર ઓફ એટર્નીનો દુરૂપયોગ અટકાવવા સેબીએ નિર્ધારિત કર્યું હતું કે, ગ્રાહક દ્વારા ડિપોઝિટરી સિસ્ટમમાં પ્લેજ અથવા રી-પ્લેજ તરીકે સિક્યુરિટીઝ સ્વરૂપમાં માર્જિન જવાબદારી આપવાની રહેશે. આ ઉપરાંત માર્જિન હેતું માટે ટ્રેડીંગ મેમ્બર અથવા ક્લિયરીંગ મેમ્બરના ક્લાયન્ટ કોલેટરલ ડિમેટ એકાઉન્ટને સિક્યુરિટીઝના ટાઈટલ ટ્રાન્સફરની પરવાનગી રહેશે નહીં.

અમલ મોકૂફ રાખવામાં આવ્યો

જો ટ્રેડીંગ મેમ્બર અથવા ક્લિયરીંગ મેમ્બરની તરફેણમાં પાવર ઓફ એટર્ની ગ્રાહકે આપી હશે તો એ કિસ્સામાં આ પીઓએના હોલ્ડિંગને ટ્રેડીંગ મેમ્બર અથવા ક્લિયરીંગ મેમ્બર દ્વારા ડિમેટ એકાઉન્ટમાં ગ્રાહકની પડેલી સિક્યુરિટીઝના સંબંધમાં માર્જિન એક્ત્રિકરણને સમકક્ષ ૧,જૂનથી ધ્યાનમાં નહીં લેવાય એવું સેબીએ સ્પષ્ટ કર્યું હતું. જો કે કોરોના મહામારીના કારણે સર્જાયેલી પરિસ્થિતિથી શેરદલાલો અને બ્રોકર એસોસીયેશનો દ્વારા થયેલી રજૂઆત અને જોગવાઈઓ અમલી કરવામાં મુશ્કેલીને લઈ થયેલી રજૂઆતથી એનો અમલ મોકૂફ રાખવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana

કોરોનાનું હોટસ્પોટ બદલાઈ ગયું : સંક્રમણમાં અમદાવાદથી સુરત નીકળી ગયું આગળ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!