ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય(સેબી)એ રોકાણકારોને રાહત આપતા ઇન્સ્ટન્ટ એક્સેસની સુવિધા આપી છે. જે હેઠળ રિડેમ્પશન રિકવેસ્ટથી કેટલાક કલાકો અથવા મિનિટની અંદર પોતાના ફંડ અને પૈસા ઉપાડી શકે છે. રોકાણકાર પોતાના યુનિટના મૂલ્યના 90% સુધી ઉપાડ કરી શકે છે, જે તત્કાલ એક્સેસ સુવિધા માટે 50,000 રૂપિયાની સીમાને આધીન છે.
સેબીએ આ સિલસિલામાં વર્ષ 2017ના સર્ક્યુલરને સંશોધિત કર્યા હતા. સાથે જ મ્યુચુઅલ ફંડ હાઉસેને ઓવરનાઈટ ફંડમાં તત્કાલ પહોંચવાની સુવિધા આપવાની મંજૂરી આપી છે. નવા નિયમ તત્કાલ રૂપથી પ્રભાવિત કરી દેવામાં આવશે. ઇન્સ્ટન્ટ એક્સેસ સુવિધા એ રોકાણકારોને મળશે જે રિડેમ્પશન રિકવેસ્ટના કેટલાક કલાક અથવા મિનિટની નાદર પોતાના ફંડ સુધી પહોંચી જશે.
જલ્દી મળી શકશે પૈસા

સામાન્ય રીતે લિકવીડ ફંડ સહીત ડેટ ફંડથી પૈસા ઉપાડવામાં 1-2 વર્કિંગ ડેઝ લાગે છે. જેમાં મ્યુચુઅલ ફંડ હાઉસ રોકાણકારોના બેન્ક ખાતામાં રકમ જમા કરે છે, પરંતુ સેબીના નવા આદેશ હેઠળ અત્યાર સુધી નવી સુવિધા આપવામાં આવી છે, જેમાં એમને જલ્દીથી જલ્દી પૈસા મળી જશે.
ક્લેમ ન કરવા પર ફંડને બીજી જગ્યાએ કરો ઈન્વેસ્ટ
1 ડિસેમ્બર 2021થી સેબીએ એવી રકમ જેના પર ક્લેમ કર્યો નથી, એ ધન અને લાભાંશને મ્યુચુઅલ ફંડની ઓવરનાઈટ સ્કિમ, તરલ અને મુદ્રા બજાર યોજનાઓમાં રોકાણની મંજૂરી આપશે. પહેલા આ પ્રકારના પૈસાને કોલ મની, લિકવીડ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમનેટ્સમાં રોકાણ કરી શકાય છે. AMC એવી યોજનાઓમાં એક્ઝિટ લોડ નહિ લઇ શકે છે.

સેબીએ ડિમેટ એકાઉન્ટને લઇ પણ કર્યા ફેરફાર
નવા ટ્રેડિંગ અને ડિમેટ એકાઉન્ટ ખોલવા વાળા માટે બજાર નિયામક સેબીના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. એના હેઠળ એકાઉન્ટ ખોલવા પહેલા એક નોમિનેશન ફોર્મ ભરવું પડશે. જેના દ્વારા રોકાણકાર કોઈને નોમિની બનાવી શકે છે. જો તેઓ એવું નથી ઇચ્છતા તો એના બદલામાં એમણે એક ડીક્લેરેશન ફોર્મ ભરવું પડશે. આ નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થશે.
Read Also
- બોલીવુડમાં હાહાકાર/ દેશભરમાં આમિર, અક્ષયની ફિલ્મના શો થયાં કેન્સલ, લાલસિંહચઢ્ઢાનાં 1300 અને રક્ષાબંધનના 1000 શો થયાં કેન્સલ
- કદાચ મારામાં પૂરતી યોગ્યતા નથી: મહારાષ્ટ્રની કેબિનેટમાં સ્થાન ન મળતાં પંકજા મુંડેની હૈયાવરાળ
- મોટા સમાચાર / EVMથી જ થશે મતદાન, સુપ્રીમ કોર્ટે બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની અરજી ફગાવી
- લમ્પી વાયરસનો કહેર/ ગૌમાતાના ટપોટપ મોતથી દુખી આ ધારાસભ્ય ભગવાનના શરણે, રાખી 55 કિમી પગપાળા યાત્રાની બાધા
- જૂનાગઢ/ ભૂખ હડતાળ પર ઉતરેલા વેટરનરી ઇન્ટર્ન તબીબોમાંથી 2ની તબિયત લથડી, સિવિલ હોસ્પિટલમાં દાખલ