માર્કેટ રેગ્યુલેટર સેબીએ (SEBI)પોતાની બોર્ડ બેઠક પહેલા એક મોટો નિર્ણય લીધો છે. કેશ માર્કેટમાં પૈસા લગાવનારા રોકાણકારોને SEBIએ રાહત આપવાનો નિર્ણય લીધો છે. SEBIએ કેશ માર્કેટના નૉન F&O શેરો માટે વધારેલુ માર્જિન પરત લેવાનો નિર્ણય લીધો છે. દેશભરમાં ફેલાયેલા કોરોના સંકટ વચ્ચે માર્ચમાં જ્યારે માર્કેટ પર ખૂબ જ પ્રેશર હતુ તે સમયે SEBIએ કેશ માર્કેટ માટે ઇંડિવિઝુઅલ સ્ટોક્સ પર માર્જિન વધારવાનો નિર્ણય લીધો હતો. હાલ આ તમામ નિયમોને હવે રોલ બેક કરી લીધા છે. જો કે કેટલોક વધારો જે વાયદા બજાર માટે થયો તે હાલ પોતાની જગ્યાએ યથાવત રહેશે.

20થી 40 ટકા સુધી માર્જિનનો નિર્ણય પરત લીધો
માર્કેટ રેગ્યુલેટર SEBIએ કેશ શેરોમાં માર્જિન નિયમોમાં રાહત આપી છે. જણાવી દઇએ કે 20થી 40 ટકા સુધી માર્જિનનો નિર્ણય પરત લેવામાં આવ્યો છે. વાયદા બેન પર પણ થોડી નરમાશ જોવા મળી છે. હવે શેર 95 ટકા પોઝિશન પર જ બેનમાં જશે.

હવે બદલાઇ જશે ટ્રેડિંગનો નિયમ
જણાવી દઇએ કે માર્જિન ઘટાડવાનો અર્થ છે કે હવે લોકો વધુ ટ્રેડ કરી શકશે. તેમની લિમિટ પણ વધી જશે. આ ઉપરાંત મિડકેપ અને સ્મોલકેપમાં લિક્વિડિટી પણ ઘણી સુધરશે.

આજથી બદલાઇ ગયા નિયમ
કેશ શેરો માટે વધારવામાં આવેલા માર્જિન પર SEBIએ મોટો નિર્ણય લેતા કેશ માર્કેટના નૉન F&O માટે માર્જિન હટાવ્યુ છે. આ નિર્ણય 26 નવેમ્બરની ક્લોઝિંગથી લાગુ થશે. આ માર્જિન 20 માર્ચે વધાર્યુ હતું જે અંતર્ગત અનેક ચરણોમાં 40 ટકા સુધી માર્જિન લાગ્યુ હતુ. તેમાં 20 ટકા સર્કિટ વાળા શેરો પર વધુ માર્જિન લાગ્યુ હતું પરંતુ હવે માર્કેટ ફીડબેક બાદ SEBIએ આ નિર્ણય લીધો.
જણાવી દઇએ કે SEBIના નવા નિર્ણય બાદથી F&O શેરોમાં વાયદા બેનના નિયમોમાં થોડી રાહત મળશે. આ ઉપરાંત 95 પોઝિશન પર જ શેર બેનમાં રહેશે. હાલ 5 દિવસમાં 15 ટકા ચડવા પર 50 ટકા પોઝિશન પર જ બેનમાં જાય છે. આ ઉપરાંત F&Oમાં ડાયનેમિક પ્રાઇસિંગ લાગુ રહેશે અને સર્કિટ પર 15 મિનિટનુ કૂલિંગ ઑફ રહેશે.

ઓવરઑલ માર્જિનમાં નહી થાય કોઇ બદલાવ
જણાવી દઇએ કે એક અલગ પ્રક્રિયા અંતર્ગત જે ઓવરઑલ માર્જિન કલેક્ટ કરવામાં આવશે તેને 1 ડિસેમ્બરથી વધારવામાં આવશે. તે SEBIનો એક અલગ સર્ક્યુલર છે જે તેની જગ્યાએ કાયમ છે. તેમાં કોઇ બદલાવ નહી થાય. તેની ઇમ્પેક્ટ તમે કેશ અને વાયદા બજારમાં તેની જગ્યાએ જોશો.
રોકાણકારોને જણાવી દઇએ કે માર્ચમાં દેશમાં ફેલાયેલા કોરોના સંકટના કારણે SEBIએ માર્કેટમાં જે ટેમ્પરરી બદલાવ કર્યો હતો તેમાં રાહત આપી છે. કોરોનાના કારણે માર્કેટમાં ખૂબ જ વૉલેટિલિટી જોવા મળી હતી, જેના કારણે SEBIએ કેશ માર્કેટ માટે માર્જિન વધારી દીધા હતા. હાલ આ નિર્ણયને હવે પરત લેવામાં આવ્યો છે.
Read Also
- PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર
- મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..
- વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ
- PNBએ ગ્રાહકોને ખાસ ભેટ આપી છે, હવે લોકો ઘર બેઠા જ ખાતમાંથી કાઢી અને જમા કરાવી શકશે રૂપિયા
- વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત