GSTV
Home » News » બિહારમાં NDAના ઉમેદવારો ફાયનલ, ખાનગીમાં પ્રચારની લીલીઝંડી આપી દેવાઈ

બિહારમાં NDAના ઉમેદવારો ફાયનલ, ખાનગીમાં પ્રચારની લીલીઝંડી આપી દેવાઈ

સાથી પક્ષોમાં થયેલી આંતરિક સહમતિપ્રમાણેબિહારની કુલ 40 લોકસભા સીટોમાંથી ભાજપ અને જેડીયુ17-17 સીટ પર ચૂંટણી લડશે. જ્યારે લોક જનશક્તિ પાર્ટી માટે 6 બેઠકો છોડી દિધી છે. આ બાબતે સૌથી વધુ નુકસાન ભાજપને થયું છે. કારણ કે કેશરીયા પાર્ટીએ 2014માં જીતેલી 22 બેઠકોમાંથી 5 બેઠકોનું ખૂન કરવુ પડ્યું છે. જ્યારે 2014ની ચૂંટણીમાં માત્ર બે બેઠકો જીતનારી જેડીયુને 15 સીટનું નેટ પ્રોફિટ થયું છે.

પાસવાનની પાર્ટી એલજેપીને ન તો નુકસાન થયું છે, ન તો ફાયદો થયો છે. ગત લોકસભા ચૂંટણીમાં એલજેપી સાત બેઠકો પર લડી હતી. જેમાંથી 6 બેઠકો પર વિજય મેળવ્યો હતો. આ વખતે 6 લોકસભા સીટ મળી છે. આ સિવાય એનડીએ નેતૃત્વએ રામવિલાસ પાસવાનને રાજ્યસભાની કન્ફર્મ ટિકીટ આપવાનો વાદો કર્યો છે.

NDA ગઠબંધનનાં જવાબદાર નેતાએ જણાંવ્યા પ્રમાણે લગભગ 30 ટકા ઉમેદવારોની રસંદગી થઈ ગઈછે. આ તમામને પ્રચાર-પ્રસાર માટે ભાજપ-જેડીયુ અને એલજેપી શીર્ષ નેકૃત્વ તરફથી ગ્રીન સિગ્નલ આપી દેવાયું છે. આ તમામે પોતપોતાનાં વિસ્તારમાં કામ શરૂ કરી દિધું છે.

2014માં પૂર્ણિયા અને નાલંદા સીટ પર જેડીયુએ જીત મેળવી હતી. આ વખતે પણ આ બે સીટ નિતીશ પાસે રહેશે. આ સિવાય મુંગેર, કિશનગંજ, કારાકાટ, વાલ્મિકી નગર, દરભંગા, ઝંઝારપુર,જહાનાબાદ, ગોપાલગંજ મહારાજગંજ,બાંકા,માધેપુરા, સીતામઢી અને સુપૌલ પણ જેડીયુ પાસે રહેશે. આ સિવાય નિતીશ કુમાર ઇચ્છે છે કે સાસારામ,આરા અને પાટલીપુત્રમાંથી પણ એક સીટ ભાજપ તેમને આપી દે. સાસારામથી છેદી પાસવાન, આરાથી કેન્દ્રિય રાજ્યમંત્રી રાજકુમાર સિંહ તથા પાટલીપુત્ર લોકસભા સીટથી કેન્દ્રિય રાજ્યમંત્રી રામકૃપાલ યાદવે ભાજપની ટિકીટ પર ચૂંટણી જીતી હતી.

ભાજપે પોતાનાં માટે ભાગલપુર,નવાદા,બક્સર, ગયા કટિહાર, ખગડિયા,મધુબની.સારણ મુજફ્ફરપુર,પશ્ચિમી ચંપારણ્ય,પટના સાહિબ, પૂર્વી ચંપારણ્ય, શિવહર, ઉઝિયારપુર,પાટલીપુત્ર, સીવાન અને સાસારામ પર દાવેદેરી જમાવી છે. તેવી જ રીતે એલજેપીનાં ખાતામાં હાજીપુર,જમુઈ,સમસ્તીપુર,અરરિયા,વૈશાલી અને બેગુસરાય લોકસભા બેઠક જતી રહેશે. 2014ની ચૂંટણીમાં બેગુસરાયથી ભાજપનાં ઉમેદવાર ભોલા સિંહ વિજયી થયા હતાં. જો કે આ બેઠક પર ભાજપ બાજ નજર રાખીને બેઠુ છે.

એલજેપી ઇચ્છે છે કે નવાદા સીટ પણ તેમને મળે. આ બેઠક પરથી સુરજભાણ સિંહની પત્નિ અને મુંગેરનાં સાંસદ વીણા દેવી ચૂંટણી લડે. નવાદા સીટનું પ્રતિનિધિત્વ વર્તમાન કૃષિ પ્રધાન ગિરીરાજસિંહ કરે છે. જો કે ગિરીરાજસિંહે આ બેઠક સિવાય અન્ય બેઠક પરથી ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે.

ભાજપનાં વિશ્વસનીય સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે જે સાંસદોને 2019નાં મહાભારતમાં ફરી ઉમેદવારી નોંધાવવા માટે લીલી ઝંડી આપી છે. તેમાં નિત્યાનંદ રાય,સંજય જયસ્વાલ, હરિ માંઝી,રાધામોહન સિંહ,રાજીવ પ્રતાપ રૂડી અને ઓમ પ્રકાશ યાદવનું નામ સામેલ છે.

READ ALSO

Related posts

ભારતનાં દોસ્તને પોતાની તરફ ખેંચી રહ્યુ છે પાકિસ્તાન, વર્લ્ડ બેંક સાથે કરી આ ડીલ

Mansi Patel

J&Kના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાની કસ્ટડીમાં વધુ ત્રણ મહિનાનો કરાયો વધારો

Mansi Patel

“ભારત બચાવો” રેલીમાં પ્રિયંકા ગાંધીના BJP પર પ્રહાર, કહ્યુ- દેશ વ્હાલો છે તો ઉઠાવો અવાજ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!