GSTV

રાજધાની દિલ્હીમાં ઠંડીએ 17 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આગામી બે દિવસમાં કમોસમી વરસાદની આગાહી

રાજધાની દિલ્હીમાં સોમવારે ઠંડીએ 17 વર્ષનો રેકોર્ડ તોડ્યો. જો કે મંગળવારે પણ તાપમાન ઘણું નીચુ રહ્યું. દિલ્હીના સફદરગંજ અને આયાનગરમાં પારો ગગડીને 6.7 ડિગ્રીએ પહોંચી ગયો. જો કે સવારના સમયે ધુમ્મસ છવાયેલી રહી અને લોકોને સૂરજના દર્શન દુર્લભ રહ્યા.. ચાલુ વર્ષે ઠંડીના મામલે દિલ્હીનો મુકાબલો શિમલાઅને મનાલી જેવા હિલ સ્ટેશન સાથે થઇ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. ત્રણેય સ્થળોએ લઘુમત તાપમાનમાં કોઇ મોટું અતર રહ્યું નથી. અગાઉ 28 નવેમ્બર, 1938માં દિલ્હીમાં સૌથી ઓછું 3.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતુ. જો કે હવામાન વિભાગનું માનવું છે કે દિલ્હીમાં આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ અમુક સ્થળોએ માવઠું પણ વરસી શકે.

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાના કારણે શિયાળાની ઠંડી વધારી દીધી છે.. જમ્મુ અને કાશ્મીર.. હિમાચલ પ્રદેશ. અને ઉત્તરાખંડના મોટાભાગના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઇ છે. કાશ્મીરમાં મેદાની વિસ્તારોમાં પણ સોમવારે હિમવર્ષા થઇ છે. કાશ્મીર ખીણને લદ્દાખ સાથે જોડનારો શ્રીનગર-લેહ માર્ગ બંધ થઇ ગયો છે. જમ્મુ અને સોનમર્ગ-દ્રાસ રૂટ પર કેટલાક સ્થળોએ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં હળવો બરફ વરસ્યો છે.. તો કેટલાક સ્થળોએ ભારે હિમવર્ષા થઇ છે. અધિકારીએ જણાવ્યું કે ઉત્તર કાશ્મીરના ગુલમર્ગમાં રાત્રી દરમિયાન ચાર ઇંચ સુધી બરફ પડ્યો. જ્યારે કે દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં 10 સેન્ટીમીટર સુધી હિમવર્ષા થઇ.. હવામાન વિભાગ મુજબ હાલમાં જમ્મુ-કાશ્મીર પરથી વધુ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઇ રહી છે.. જેના કારણે આગામી બેથી ત્રણ દિવસ રાજ્યમાં ભારે હિમવર્ષાની આશંકા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ

Related posts

દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે

Mansi Patel

સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…

Ali Asgar Devjani

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!