GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

લોકડાઉનના કારણે સિઝનલ ધંધા સાથે જોડાયેલા લોકોના હાલ થયા બેહાલ, હજારોની રોજી રોટી છીનવાઈ

વૈશ્વિક મહામારી કોરોનાની સૌથી વધુ માઠી અસર સિઝનલ ધંધા સાથે સંકળાયેલા લોકોને થઈ છે. લગ્નપ્રસંગો કે કોઈ સામાજિક કે ધાર્મિક કાર્યક્રમો ન યોજાવાને કારણે મંડપ ડેકોરેશન સર્વિસ અને ઈવેન્ટ મેનેજમેન્ટના વેપારીઓને મોટો ફટકો પડ્યો છે. આ ધંધા સાથે સંકળાયેલા શ્રમિક વર્ગની પણ હાલાકી વધી છે.

  • સિઝનલ ધંધાર્થીઓ હાલાકીમાં
  • મંડપ ડેકોરેશનના ધંધાને મોટો ફટકો
  • ૧૮ ટકા જીએસટી ઘટાડી ૫ ટકા કરવા માગ

5,000 પરિવારો બેરોજગાર બન્યા

જામનગરમાં અંદાજે 150થી વધુ મંડપ સર્વિસ અને ઇવેન્ટ મેનજમેન્ટના ધંધાર્થી છે. આ વેપારીઓની આવકનો મુખ્ય સ્ત્રોત લગ્ન પ્રસંગો અને ધાર્મિક તેમજ સામાજિક સમારોહ છે. જ્યાં તેઓ મંડપ ડેકોરેશનના કામ કરીને આવક મેળવતા હોય છે. પરંતુ લોકડાઉનને કારણે લગ્ન પ્રસંગો, ધાર્મિક કાર્યક્રમો તેમજ અન્ય સમારોહ યોજાતા નથી. જેને કારણે મંડપ ડેકોરેશનના વેપારીઓ અને તેની સાથે સંકળાયેલા લોકોની હાલાકી વધી છે. તો આ ધંધા સાથે મજૂરો, કેટરિંગ વ્યવસાય, બેન્ડબાજાવાળા એમ અનેક વ્યવસાયો પરોક્ષ રીતે આની સાથે સંકળાયેલા છે. જામનગરમાં આવા સિઝનલ ધંધા સાથે સંકળાયેલા અંદાજે 5,000 પરિવારો બેરોજગાર બન્યા છે.

એમએસએમઇ એકમોને આપવામાં આવતા લાભો મળે જેથી તેમનો વ્યવસાય બેઠો કરી શકે

મંડપ સર્વિસના વ્યવસાય કરતા લોકોની માંગ છે કે સરકાર તેમના વ્યવસાયમાં લાગતા 18 ટકા જીએસટી દરમં ઘટાડો કરીને 5 ટકા કરે. જોકે હવે લગ્નની મોસમ પૂરી થઈ ગઈ છે. પરંતુ તેમના કારીગર વર્ગને સાચવી શકે તે માટે આવનારા સમયમાં તહેવારો ઉજવણીમાં થોડીક છૂટછાટ આપવામાં આવે તેવી માગ ઉઠી છે. જામનગર મંડપ એસોસિએશને રાજયમંત્રી, કલેકટર અને સાંસદને લેખિત પત્ર લખીને પણ રજૂઆત કરવામાં આવી છે કે તેમને પણ ધિરાણ આપવામાં આવે. અને એમએસએમઇ એકમોને આપવામાં આવતા લાભો મળે જેથી તેમનો વ્યવસાય બેઠો કરી શકે.

READ ALSO

Related posts

સુરત BRTS બસ સ્ટોપમાં આગની ઘટના, ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગને લીધી કાબુમાં

pratik shah

ગુજરાતમાં ભયંકર વરસાદને કારણે નદીઓમાં પૂર, દ્વારકા-પોરબંદરમાં રસ્તા પર વાહનો તરતા દેખાયા

Dilip Patel

પોરબંદરના ગ્રામ્ય પંથકમાં સાવચેતીના ભાગરૂપે એનડીઆરએફ ટીમ એલર્ટ પર, ભારે વરસાદની છે આગાહી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!