પઠાનકોટમાં શકમંદોની મૂવમેન્ટ, પંજાબ પોલીસ દ્વારા હાથ ધરાયું સર્ચ ઓપરેશન

પંજાબના ગુરુદાસપુર, પઠાનકોટ અને અમૃતસરમાં શકમંદ વ્યક્તિઓની મૂવમેન્ટ દેખાયાના ઘણાં અહેવાલો તાજેતરમાં સામે આવાયા છે. હવે ફરી એકવાર પઠાનકોટ અને અમૃતસરમાં શકમંદો જોવા મળ્યા છે. પઠાનકોટ ખાતે શકમંદો દેખાયાની જાણકારી સ્થાનિકો દ્વારા પોલીસને આપવામાં આવી છે. પોલીસને જોઈને શકમંદો ફરાર થયા હતા. પોલીસે પઠાનકોટના નદી કિનારે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.

પહેલા જમ્મુથી પઠાનકોટ આવી રહેલી ઈનોવા કારના હાઈજેકિંગ અને બાદમાં તારાગઢના શાદીપુરમાં છ શકમંદો દેખાયા હતા. તો પોલીસે જમ્મુથી જયપુર જઈ રહેલી પૂજા એક્સપ્રેસને પઠાનકોટ કેન્ટ સ્ટેશન પર રોકીને છ કાશ્મીરી યુવકોને જમ્મુ-કાશ્મીર પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા. આજે ફરી એકવાર પઠાનકોટના નંગલ ભૂર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મીરથલમાં લોકોએ ચાર શકમંદ યુવકોને જોયા હોવાનો મામલો સામે આવ્યો છે. બાદમાં સ્થાનિક લોકોએ પોલીસને તેની માહિતી આપી હતી. પોલીસને જોઈને શકમંદો નદી તરફ ચાલ્યા ગયા હતા. પોલીસે નદી કિનારાના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. એસએચઓ ગુરવિન્દરસિંહે જણાવ્યુ છે કે જેવી તેમને આની જાણકારી મળી કે તેઓ પોતાની ટુકડી સાથે હીં પહોંચ્યા હતા.

સવારે અમૃતસરના રામબાગ ગાર્ડન ખાતે પોલીસને છ શકમંદો ફરતા દેખાયા હોવાની પોલીસને જાણકારી મળી હતી. રામબાગ ગાર્ડનને કંપની બાગ તરીકે ઓળખવામાં આવે છે. સૂત્રો મુજબ રાત્રે પોણા ત્રણ વાગ્યે કંપની બાગની દીવાલ કૂદીને પાંચ શકમંદો ઘૂસ્યા હોવાની પોલીસને જાણકારી મળી હતી. આ જાણકારી બાદ પોલીસે રામબાગ ગાર્ડ વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter